Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાકડીના સહારે ચાલતા વૃદ્ધા આગથી દૂર ન જઈ શક્યાઃ
જામનગર તા. ૨૪: દ્વારકાના પોસીત્રામાં રહેતા એક વૃદ્ધા ગઈકાલે પોતાના ખેતર નજીક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાને સળગાવતા હતા ત્યારે ઉડેલો સળગતો તણખો બાજુમાં નીરણના ઢગલામાં પડ્યા પછી આગ ભભૂકી હતી. તેનાથી દૂર જવાના પ્રયત્ન કરવામાં આ વૃદ્ધા ઢગલા પર ઢળી પડ્યા પછી ગંભીર રીતે દાઝી ગયા હતા અને મોતને શરણ થયા હતા. આ વૃદ્ધા પાંચેક વર્ષથી બંને પગમાં તકલીફના કારણે લાકડીના સહારે ચાલતા હતા.
દ્વારકા તાલુકાના પોસીત્રા ગામમાં વસવાટ કરતા શકીનાબેન કાસમભાઈ સમા (ઉ.વ.૫૯) નામના વૃદ્ધાને પાંચેક વર્ષથી બંને પગમાં તકલીફ થઈ જતાં લાકડીના સહારે હલનચલન કરતા હતા.
તે દરમિયાન ગઈકાલે બપોરે આ વૃદ્ધા પોતાના ખેતર નજીક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાને સળગાવવા માટે ગયા ત્યારે સળગી રહેલા કચરામાંથી ઉડેલો તણખો બાજુમાં પડેલા નીરણના ઢગલામાં પડતા નીરણનો ઢગલો સળગી ઉઠ્યો હતો. તેનાથી દૂર જવાના શકીનાબેનના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા અને તેણી ઢગલા પર ઢળી પડ્યા હતા.
ગંભીર રીતે દાઝી ગયેલા આ વૃદ્ધાનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. આરંભડામાં રહેતા કાસમભાઈ નુરમામદભાઈ સમાએ પોલીસને જાણ કરી છે. ઓખા મરીન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial