Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં હનુમાન જયંતીની ઉજવણીએ શાળાના ૧૪૦૦ બાળકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો

વિશેષ પૂજન-યજ્ઞ તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોઃ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૩: જામનગર જિલ્લાના જોડિયામાં આવેલા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડીમાં પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ સદ્ગુરૂદેવ ભોલેબાબાના પાવન સાનિધ્યમાં અને શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજની સન્મુખ શ્રી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં બ્રાહ્મણો દ્વારા શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા પંચકુંડી હોમાત્મક યજ્ઞ યોજાયો હતો. જેમાં સર્વે ભાવિકો જોડાયા હતા. જોડિયાની દરેક શાળાના વિદ્યાર્થીઓ માટે બટુક ભોજન યોજવામાં આવ્યું હતું જેમાં ૧૪૦૦ બાળકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ત્યાર પછી સર્વે ભાવિકો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. દીપમાલા તથા ઢોલ, નગારા અને ઝાલર સાથે હનુમાનજીની મહા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

ઉલ્લેખનિય છે કે શ્રી પંચાયતી અખાડા ઉદાસીન નિર્માણ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડીના સંત ભોલેબાબાજીના મંદિરમાં તા. ૨-૪-૨૬ થી ૪૧ દિવસ સુધી વિશ્વ કલ્યાણના હેતુ સાથે મહંત પ.પૂ. સંત ધરમવીરદાસ બાપુ દ્વારા સાત ધુણી અગ્નિ તપસ્યાનો પ્રારંભ કર્યો છે. તેઓ બપોરે ૧૨ થી ૩ વાગ્યા દરમ્યાન અગ્નિ ધુણી તપસ્યા કરશે. સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા રામવાડી-જોડિયા દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh