Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધની રાવ રાજધાની ગાંધીનગર સુધી પહોંચાડવાની કવાયતઃ દિગુભા
જામનગરના ગાંધીનગર વિસ્તારના છેવાડે સ્થપાયેલી વેસ્ટ ટુ એનર્જી કંપની સામે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ગાંધીનગરના છેવાડાના વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટની દુર્ગંધથી વોર્ડ નંબર ર, ૩ અને ૪ ના રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે અને રોગચાળો પણ વધી રહ્યો છે, પરંતુ ૪૦ ટકા કમિશનવાળા અધિકારીઓ તેને છાવરે છે. આથી લોકોનો અવાજ રાજધાની ગાંધીનગર સુધી પહોંચાડવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. પ્રતિબંધ હોય તેવા વૃક્ષોનું અહિં વાવેતર કરવામાં આવ્યું છે. તેમણે પોસ્ટરો પણ પ્રદર્શિત કર્યા હતાં. આ વિસ્તારના ૩ કિ.મી.ના વિસ્તારમાં આવી કંપની હોવી જોઈએ નહીં. આ કંપનીને તાળા મારવાની જરૂર છે અને આજથી આંદોલન શરૂ કરાયું છે અને બંધ ન થાય ત્યાં સુધી કંપની સામે લડત આપવામાં આવશે. આ સમયે પોલીસે કેટલાક કોંગી આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી. આ આંદોલનમાં શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial