Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી મધુબેન શેઠ (ઉ.વ.૯૩) તે સ્વ. કિશોરભાઈ મોહનલાલ શેઠના પત્ની, હિમાંશુભાઈ, લીનાબેન ભાવેશભાઈ મહેતાના માતા, જિજ્ઞાસાબેન, ભાવેશભાઈના સાસુ, સાહસ, ઝીલીના દાદી, સેવંતીભાઈ, નરેન્દ્રભાઈ, પુષ્પાબેન (રાજકોટ)ના ભાભી, લીલાધર ઠાકરશી વારીયાના પુત્રી તા. ૨૯-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦-૧-૨૬, શુક્રવારે સાંજે ૪ વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય, ગાંધીજીના પૂતળા સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ હર્ષવદન જગન્નાથભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૬, ઈન્કમટેક્સવાળા)નું તા. ૨૮-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૩૦-૧-૨૬ના સાંજે પ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી વિનોદરાય ગીરધરલાલ કારીયા (ઉ.વ.૮૨) તે સ્વ. ગીરધરલાલ કાલીદાસ કારીયાના પુત્ર, રીતેશભાઈ, મિતેશભાઈના પિતા, મેઘાબેન, મીનાબેનના સસરા, વસંતભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈના ભાઈ, હિતુલભાઈ, ચિંતનભાઈના અદા, વરૂણ, ગોરવ, કરીશ્મા, મિહીકા, મીસીકાના દાદા, કલ્યાણજી વલ્લભદાસ કાનાણી (ખંભાળીયા)ના જમાઈ, અતુલભાઈ, મધુભાઈ, મનીષભાઈ, અમીતભાઈ, પરાગભાઈના પિતરાઈ તા. ૨૭-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૯-૧-૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન કેશવ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, ઓશવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગરમાં રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.