Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણના પ્રારંભે છોટીકાશીના શિવમંદિરોમાં ગુંજયો હર હર મહાદેવનો નાદઃ ભકતો ઉમટયા

પૂર્વ સંધ્યાએ શિવાલયોએ સજ્યા સોળે શણગારઃ ઝળહળતી રોશનીથી દેદિય્યમાન થયા મહાદેવ મંદિરોના પરિસરોઃ ભારે ઉત્સાહ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શિવ આરાધનાનાં પર્વ શ્રાવણ મહિનાનો આરંભ થતા શિવાલયોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતાં. વાતાવરણમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠ્યો હતો. નાગેશ્વર વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ દર શ્રાવણ માસની જેમ આ વખતે શિવ આરાધનાનાં વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. ટાઉનહોલ નજીક ગૌરવ પથ પર આવેલ શ્રી ભીડભંજન મહાદેવનાં પ્રાચીન મંદિરે પણ વહેલી સવારથી ભક્તો બમ બમ ભોલોનાં જયકારા સાથે ઉમટ્યા હતાં.

હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવનાં મંદિરે પણ ભગવાન આશુતોષ ભોળાનાથને રીઝવવા ભક્તો જલાભિષેક માટે ઉમટ્યા હતાં.ઉપરાંત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, શ્રી હજારેશ્વર મહાદેવ મંદિરમાં પણ શિવભક્તો શ્રાવણનાં ભક્તિ પર્વને ઉજવવા શિવ આરાધના માટે એકઠા થયા હતાં. રણજીતસાગર રોડ પર આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે પણ વિશેષ આરતી - સેવાનું આયોજન કરવામાં આવ્યુ હતું.પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ શ્રી હેમેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિર, શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર, શ્રી ભીમનાથ મહાદેવ મંદિર તથા શ્રી ઓમકારેશ્વર મહાદેવનાં પ્રાચીન મંદિરે પણ ભક્તો જલાભિષેક તથા શિવ આરાધના માટે પહોંચ્યા હતાં.

 આ ઉપરાંત નગરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ અનેક નાના મોટા શિવાલયોમાં પણ શ્રાવણ માસનાં પહેલા દિને ભક્તો ઉમટ્યા હતા તથા વિવિધ શિવાલયોમાં શ્રાવણ માસ નિમિત્તે મહાઆરતી, વિશેષ શ્રીંગાર સહિતનાં વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે. આમ ધર્મપ્રેમી 'છોટીકાશી' માં આજથી શ્રાવણ મહિનાનો ભક્તિ પર્વ રૂપે હર હર મહાદેવનાં નાદ સાથે પાવન શુભારંભ થયો હતો. અનેક શિવાલયો શ્રાવણ માસ નિમિત્તે રોશનીથી ઝળહળ થઇ રહૃાા છે તથા શિવત્વને સમર્પિત ભક્તિને કારણે અનેરી આભાનાં પ્રતીક બની રહૃાા છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, તેમજ જામનગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર કે જે બંને શિવ મંદિરો પર ગઈકાલે રાત્રે રોશની ગોઠવવામાં આવી છે, અને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટથી સુશોભિત કરી દેવાયા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર પર ઝળહળતી રોશની નો નઝારો ભાવિકો નિહાળી શકે, તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત નાગેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ નાગેશ્વર મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર ને પણ રંગબેરંગી અને ઝળહળતી રોશનીથી સુસજ્જ બનાવી દેવામાં આવ્યા છે.

 આ ઉપરાંત જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કે જે મંદિરમાં ચારેય દ્વારથી ભગવાન શિવજીના શિવલિંગના દર્શન થાય છે, તે મંદિર પરિસરને પણ ઝળહળતી રોશનીથી સુસજજ બનાવી દેવામાં આવ્યા છે.

જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ગૌરીશંકર મહાદેવ મંદિર, ઉપરાંત વૈજનાથ મહાદેવ મંદિર,  નર્મદેશ્વર મહાદેવ મંદિર, ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના અન્ય નાના-મોટા શિવાલયોને પણ રંગબેરંગી રોશનીના શણગાર કરવામાં આવ્યા છે, તેમજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન દર્શનાર્થીઓ માટેના વિવિધ દર્શનની ઝાંખી સહિતની તૈયારીઓ પણ ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh