કરપ્રણાલીને જટીલતામાંથી મુકત કરી ટ્રસ્ટ બેઈઝડ્ બનાવવાની દિશામાં પગલા આવકારદાયકઃ સીએ ગોવિંદ સોનેચા

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કેન્દ્રીય અંદાજપત્ર અંગે જામનગરના જાણીતા સીએ ગોવિંદભાઈ સોનેચાએ પ્રતિભાવમાં જણાવ્યું છે કે કર પ્રણાલીને જટીલતામાંથી મુકત કરી ટ્રસ્ટ બેઈઝડ્ (વિશ્વાસ આધારિત) બનાવવાની દિશામાં જાહેર કરાયેલા પગલા આવકારદાયક છે.

જૂના જટિલ કાયદાની જગ્યાએ નવો, સરળ ઈન્કમટેકસ કાયદો લાવવામાં આવશે, જે સામાન્ય લોકો સમજી શકે તે રીતે લખાયેલો હશે અને વિવાદો ઓછા કરશે. સરકારે ખાસ કરીને મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત આપી છે. નવો ટેકસ રીજિમ સરળ બનાવાયો છે, જેમાં વધુ આવક પર ટેકસ નહીં લાગે અને રિટર્ન ફાઈલ કરવું સરળ બનશે. રિફંડમાં વિલંબ ઓછો થશે. ટેકસ વ્યવસ્થા વિશ્વાસ આધારિત અને સરળ બનશે, જેમાં વિવાદો ઓછા અને નિવારણ ઝડપી થશે.

બજેટ ૨૦૨૬માં કર સંબંધી પ્રોસિકયુશન સુધારાઓનો મુખ્ય ઉદ્ેશ એવો રહેવાની શકયતા છે કે ફકત ઈરાદાપૂર્વક કરચોરીના કેસોમાં જ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, જયારે ટેકનિકલ, પ્રક્રિયાત્મક અથવા નાનાં પાલનભંગને પ્રોસિકયુશનની બહાર રાખવામાં આવે. આથી અનાવશ્યક હેરાનગતિ અને વિવાદ ઘટે, એક જ બાબતમાં દંડ અને પ્રોસિકયુશન બંને ટળે, અને રૂટીન ભૂલો માટે ડિક્રિમિનલાઈઝેશન તરફ આગળ વધવામાં આવે. આગળ જઈને કર વસૂલાત માટે દંડ, કમ્પાઉન્ડિંગ અને પ્રશાસકીય ઉપાયો પર વધુ ભાર રહેવાની શકયતા છે અને પ્રોસિકયુશનને સામાન્ય નિયમ નહીં પરંતુ અપવાદ તરીકે રાખવામાં આવશે, જેથી કર પ્રણાલી વધુ ન્યાયસંગત અને કરદાતા-મૈત્રીપૂર્ણ બને.

ટીડીએસ અને ટીસીએસ જોગવાઈઓમાં રેશનલાઈઝેશન જાહેર કર્યુ છે જેથી વધારાની વસુલાત અને વર્કિંગ કેપિટલ પર પડતો ભાર ઘટે. ટીડીએસ/ટીસીએસને માત્ર કર વસુલાત અને રિપોર્ટિંગ મિકેનિઝમ તરીકે જ રાખવાનો ઉદ્ેશ છે, આવક અટકાવનારા સાધન તરીકે નહીં. જયાં આવક ટ્રેસેબલ છે ત્યાં બિનજરૂરી  ટીડીએસ/ ટીસીએસ ઘટાડવામાં આવશે. નીલ/ લોવર ટીડીએસ સર્ટિફિકેટ ઓનલાઈન અને સરળ બનશે. એલઆરએસ (વિદેશ મોકલેલી રકમ) માટેઃ એલઆરએસ દરોમાં લિબેરલાઈજનેશન કરવામાં આવી છે જ્યાં શૈક્ષણિક અને તબીબી ખર્ચ માટેના દરો ૫ % થી ઘટાડીને ૨% કરવામાં આવ્યા છે. કલમ ૧૧૫જેબી હેઠળ એમએટી વ્યવસ્થા યથાવત રહેશે, પરંતુ બુક પ્રોફિટની ગણતરીમાં સ્પષ્ટતા અને વિવાદ ઘટાડવા પર ભાર રહેશે. એમએટી ક્રેડિટ વ્યવસ્થા ચાલુ રહેશે. એમએટીની દરો ૧૫% થી ઘટીને ૧૪% થઈ ગઈ છે.

શેરના બાયબેક પરનો લાભ અન્ય આવકના વિલના બદલે કેપિટલ ગેઈન તરીકે ટેકસ કરવામાં આવશે. ફકત વ્યખ્યાત્મક મતભેદને કારણે કંપનીઓને દંડાત્મક કાર્યવાહીનો સામનો ન કરવો પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે. મર્જર, ડિમર્જર, બાય-બેક  અને કોર્પોરેટ રીસ્ટ્રકચરિંગ જેવી પ્રક્રિયાઓમાં માઈનોરિટી શેરહોલ્ડરોના હિતોની સુરક્ષા માટે ડાયરેકટ ટેકસ જોગવાઈઓને વધુ ન્યાય સંગત બનાવવાનો ઉદ્ેશ છે. યોગ્ય વ્યવહારોમાં અનાવશ્યક કર બોજો ન આવે તે માટે ટેકસ ન્યુટ્રાલિટી જાળવવામાં આવશે. એફએમ એ ટેકસ વિવાદોમાં ઘટાડો, કાયદામાં નિશ્ચિતતા, અને વિશ્વાસ આધારિત કર પ્રશાસન પર ભાર મૂકયો છે. સાચા કરદાતાઓને સ્પષ્ટતા અને ઝડપી નિવારણ મળે અને ગંભીર કરચોરી પર જ પ્રશાસકીય સંસાધનો વપરાય તે દિશામાં સુધારા આગળ વધશે. ડાયરેકટ ટેકસ પ્રસ્તાવોનો સમૂહ ઉદ્ેશ ગેર-વિરોધાત્મક, અનુમાન યોગ્ય અને કરદાતા- મૈત્રીપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવાનો છે, જયારે ઈરાદાપૂર્વક કરચોરી સામે કડક વલણ યથાવત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

કેન્દ્રિય અંદાજપત્રમાં ટૂંકાગાળાના નહીં, પરંતુ લાંબાગાળાના આર્થિક વિકાસ સાથે વિકસિત ભારત માટેનું આયોજન

જામનગરના જાણીતા એડવોકેટ નિરવભાઈ વડોદરિયાનો પ્રતિભાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: કેન્દ્ર સરકારના વર્ષ ર૦ર૬-ર૭ ના અંદાજપત્ર અંગે જામનગરના જાણીતા કરવેરા સલાહકાર એડવોકેટ નિરવભાઈ વડોદરિયાએ પ્રતિભાવમાં જણાવ્યું છે કે, લાંબા ગાળાના આર્થિક વિકાસ સાથે વિકસિત ભારત માટેનું અંદાજપત્ર છે.

એનઆરઆઈ ભારતની ઈક્વિટિમાં સીધું એ ૧૦૪ ની લીમીટમાં રોકાણ કરી શકશે જેને કારણે વિદેશનો નાણાનો ફ્લો આવવાનો કારણે ભારતના અર્થતંત્રને લાભ થશે તથા વિદેશી હુંડિયામણની આવકમાં પણ વધારો થશે. વિદેશી આવક કે વિદેશી સંપત્તિ જાહેર નહિં કરેલ હોય અને સંપત્તિની તથા આવક ૧ કરોડની લિમિટમાં હશે તો સંપત્તિની મારકેટ કિંમતના ૩૦ ટકા ટેક્ષ અને ૩૦ ટકા દંડ ભરી શકાશે. બીજું આ વખતના બજેટમાં એક પ્રોફશ્નલ વ્યુ અપનાવેલ છે જે કોઈ કરચોર પકડાશે તો એને જેલને બદલે ટેક્ષ અને દંડની રકમ વસૂલવામાં આવશે જેનાથી સરકારની આવકમાં ત્વરીત વધારો થશે તથા કરચોરી કરવાવાળાનું માનસ પણ બદલાશે. ૩ વર્ષ પહેલા ઈન્કમટેક્ષ માટે જે રોડમેપ તૈયાર કરેલ હતો જે જ રોડમેપ ઉપર આગળ ચાલવા માટે ટેક્ષમાં કોઈ ફેરફાર કરેલ નથી એટલે વેપારીને દર વર્ષે ટેક્ષ માળખાને લઈને જે ફેરફાર કરવાની મહેનત થતી હતી અને કોઈપણ ટેક્ષ પ્લાનિંગ લાંબા ગાળા માટે થઈ શકતું ન હોતું તે માથાકૂટ હવે મરી પૂરી થઈ ગઈ છે, પરંતુ ઈન્કમ ટેક્ષની નવી સ્કીમ જે પગારદાર તથા ઓછી આવકવાળી વ્યક્તિ માટે ૩ વર્ષ પહેલા જે અમલમાં આવી હતી એમાં વધારે લાભ આપવામાં આવેલ છે. હવે નવી સ્કીમ મુજબ ૪ લાખ સુધી કોઈ ટેક્ષ ભરવો નહીં પડે. ૪ થી ૮ લાખ પાંચ ટકા, ૮ થી ૧ર લાખ ૧૦ ટકા, ૧ર થી ૧૬ લાખ ૧પ ટકા, ૧૬ થી ર૦ લાખ ર૦ ટકા, ર૦ થી ર૪ લાખ રપ ટકા અને ર૪ લાખ કરતા વધુ આવક હોય તો ૩૦ ટકા ટેક્ષ લાગશે. આમ ૮૭ એ રીબેટ ૬૦,૦૦૦ સુધી ગણતરી કરવામાં આવે તો ૧ર લાખ સુધી નાના ટેક્ષપેપરને અને પગારદારને સ્ટાન્ડર્ડ ડીઈફ્શન પ૦,૦૦૦ સુધી લાભ મળતો હતો તે ૭પ,૦૦૦ કરતા ૧ર,૭પ,૦૦૦ સુધી પગારદારને કોઈ ટેક્ષ નહિં આવે.

ઈન્કમટેક્ષ એક્ટ ર૦રપ જે ઈન્કમટેક્ષના ૧૯૬૧ ના કાયદાની જગ્યાએ સરળ ભાષામાં અને લગભગ મોટાભાગની શબ્દોની આંટીઘૂંટી દૂર કરવામાં આવેલ છે. ત. ૧-૪-ર૦ર૬ થી લાગુ થશે. એમએટી (મીનીમમ અલ્ટરનેટ ટેક્ષ) ૧પ ટકાથી ઘટાડી ૧૪ ટકા કરવામાં આવેાલ છે. એમએટી એ કંપની માટે ફાઈનલ ટેક્ષ લાયબેલિટિ છે. એમએટીમાં કેરી ફોરર્વડ કે સેટઓફ ભવિષ્યની લાયબેલિટિ સામે એડજેસ્ટ નહિં થાય આને કારણે ઘણાં બધ લિટિગેશન ઓછા થઈ થશે. એનઆરઆઈને એમએટીમાંથી બાકાત રાખેલ છે. એટલે વિદેશી રોકાણ ભારતમાં વધવાની શક્યતા છે. એમએસએમઈ એટલે ે નાના ઉદ્યોગકારો માટે ૧૦,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે જે નાના ઉદ્યોગકારો માટે બહુ ફાયદાકારક રહેશે.

જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટરની સ્થાપના થશે તથા દેશમાં ૩ નવા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદની સ્થાપના થશે.

ઈન્કમટેક્ષ રિવાઈઝ્ડ રીટર્ન તથા પેનલ્ટી સાથે મોડા રીટર્ન ભરવાની તારીખ ૩૧, રીર્ટન ભરવાની તારીખ ૩૧, ઓગસ્ટ કરવામાં આવી છે જેને કારણે ટ્રસ્ટ તથા વેપારીને પોતાના રીટર્ન ભરવામાટે વધુ સમય મળશે.

ફોરને ટુર પેકેજ ભણતર માટે તથા મેડિકલ માટે ટીસીએસ ઘટાડીને ફક્ત ર૪ કલાકમાં આવેલ છે. ટીડીએસ માટે પણ સારા ફેરફાર કરવામાં આવેલ છે. મેનપાવર સપ્લાયને કોન્ટ્રાક્ટરના ટીડીએસ પ્રોવીઝનમાંથી બાકાત કરવામાં આવેલ છે. શેરબજારમાંથી સટ્ટો દૂર કરવા માટે અને નાના રોકાણકારોને નુક્સાન ન જાય તેના માટે બહુ મહત્ત્વનું પગલું ભરવામાં આવેલ છે.

એસટીટી (સિક્યુરીટી ટ્રાન્જેક્શન ટેક્ષ) ફ્યુચર સોદા માટે ૦.૦ર ટકાથી વધારીને ૦.૦પ ટકા કરવામાં આવેલ છે તથા ઓપ્ટસન માટે ૦.૦૧ થી વધારીને ૦.૧પ ટકા કરવામાં આવેલ છે. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વારવા માટે ફોરેન ક્લાઉડ પ્રોવાઈડરને જો ભારતમાં રોકાણ કરશે તો ર૦ વર્ષનું ટેક્ષ હોલી ડે આપવામાં આવેલ છે.

જીએસટીમાં મુખ્યત્રવે ફેરફાર કરવામાં આવેલ છે. ઈન્ટરમીડિયેરી સપ્લાયર માટે પ્લેશ ઓફ સપ્લાય રીસીપીયન્ટના પ્લેશને ગણવામાં આવશે જેથી ફોરેના બાયરને ઈન્ટરમીડિયેરી દ્વારા સપ્લાય કરેલ સર્વિસ કે ગુડ્ઝ કે બન્ને વસ્તુ હવે નિકાસ ગણાશે જેથી ઘણાં બધા લીટીશેન પૂર્ણ થશે. બીજો ફેરફાર સપ્લાય પછી ડીસ્કાઉન્ટ કે ઈનસેન્ટિવ આપેલ હોય તો ઓરીજીનલ બીલ સાથે લીન્ક કરવું પડતું હતું તે દૂર કરેલ છે. તેને બદલે ફક્ત ક્રેડીટ નોટ ઈશ્યુ કરનારે પોતાના રીટર્નમાંથી આઈટીસી ઘટાડેલ હોય, તો સપ્લાયરને ટેક્ષ બાદ મળશે. તદ્ઉપરાત જો પ લાખ કરતા વધુ ડિસ્કાઉન્ટ હોય તો સીએ પાસેથી સર્ટીફિકેટ મેળવવુુ પડતું હતું અને પ લાખ કરતા ઓછું ડિસ્કાઉન્ટ હોય તો રીસીપીયન્ટ પાસેથી સર્ટિફિકેટ મેળવવું પડતું હતું કે તેણે આઈટીઓ રીવર્સ કરેલ છે તો જ સપ્લાયરને ટેક્ષ બાદ મળતો હતો તે નોટીફિકેશન પરત લેવામાં આવેલ છે. ત્રીજો ફેરફાર ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર રીફંડની અરજીમાં ૭ દિવસમાં ૯૦ ટકા રીફંડ ચૂકવવું પડશે. આમાં કોઈ ખોટું રીફંડ હોય તો ઓફિસરને વીટો પાવર આપેલ છે જે વ્યવસ્થિત ચોપડા તપાસીને રીફંડ ચૂકવી શકશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ત્રણ કર્તવ્ય સ્તંભો સાથે વિકસીત ભારતના લક્ષ્ય ભણી ગતિમાન બજેટઃ સાંસદ પૂનમબેન માડમ

ટકાઉ આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ અને 'સબ કા સાથ, સબ કા વિકાસ'

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: હાલારના સાંસદ પૂનમબેન માડમે કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવમાં જણાવ્યું છે કે ટકાઉ આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ અને સબ કા સાથ, સબ કા વિકાસ એમ ત્રણ કર્તવ્ય સ્તંભો સાથે વિકસિત ભારત તરફ કેન્દ્રીત કરતું અંદાજપત્ર છે.

બજેટ કર્તવ્ય ભવનની નવ્ય ઉર્જાસભર અંદાજપત્ર, ગરીબ, યુવા, અન્નદાતા, નારી- શકિત, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક-સામાજિક સશકિતકરણ પુરૂ પાડશે.

એમ.એસ.એમ.ઈ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઈ નવા કર વેરા ન હોવાથી અને મંજૂરીઓનું સરળીકરણ, બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્યોગોને ગતિશીલતા પ્રદાન કરશે.

બજેટ પ્રગતિના સીમા ચિહ્નો પાર કરતા ભવ્ય ભારતના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરનારૂ છે. એમ.એસ.એમ.ઈ. સહિત ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર ઉપર કોઈ નવા કર વેરા ન હોવાથી અને મંજૂરીઓનું સરળીકરણ, બ્રાસ ઉદ્યોગ સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેપાર અને ઉદ્ય ોગોને ગતિશીલતા પ્રદાન કરશે. ગરીબ, યુવા, અન્નદાતા, નારી-શકિત, જનજાતીય વર્ગ, અનુસૂચિત જાતિ પ્રત્યે સમર્પિત ભાવ સાથે આર્થિક સામાજિક સશકિતકરણ પૂરૂ પાડશે.

યુવા શકિત સંચાલિત અંદાજપત્રમાં ગરીબો, વંચિતો, અન્નદાતા, અનુસૂચિત જાતિ-જનજાતિ, મહિલાઓના લાભ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના સરકારના સંકલ્પને સાકાર કરે છે અને પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપવાનું અને ટકાવી રાખવાનું છે, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું અને તેમની ક્ષમતાનું નિર્માણ કરવા સંબંધિત છે, ત્રીજું કર્તવ્ય, સબ કા સાથ, સબ કા વિકાસના વિઝન સાથે જોડાયેલું છે. ઈઝ ઓફ ડુઈંગ અને ઈઝ ઓફ લીવીંગને કેન્દ્રમાં રાખીને વિશિષ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, પર્યાવરણીય પ્રગતિ, આર્થિક સુધારાઓ, ટેરીફના ઘટાડા સહિતની સંખ્યાબંધ જનસુખાકારીની બાબતો અર્થતંત્રની દૃષ્ટીએ ક્રાંતિકારી પહેલ ગણાય છે જેનું લક્ષ્ય વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનું છે.

વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફના દ્વાર ખોલે છે. સાથે સાથે ફીટ ઈન્ડિયા હેલ્ધી ઈન્ડિયા સાથે જામનગરના ડબલ્યુએચઓ ના ટ્રેડીશનલ મેડીસીન સેન્ટરને સંશોધનની દૃષ્ટીએ મહત્ત્વ આપતા તેમજ ગ્રીન ઈન્ડિયાને મજબુતી પ્રદાન કરતું આ બજેટ મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનોને વેગ આપવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરે છે. આઈ.ટી. અને એ.આઈ. સાથે ઉભરતા ઉદ્યોગો, ઉભરતા વિવિધ ક્ષેત્રોને મજબૂત સમર્થન પૂરૃં પાડવાની બાબતો આ બજેટમાં અભૂતપૂર્વ રીતે વણી લેવાઈ છે નાના અને મધ્યમ વેપાર-ધંધા-ઉત્પાદનથી રાષ્ટ્રના અર્થ તંત્રને વધુ વેગ મળે તે દૃષ્ટી સાથે, આવકવેરા સહિત ડયુટીઓ શેષ અને ચાર્જીસનું નવું માળખુ તૈયાર કરાયુ છે ઉપરાંત રોજબરોજના જીવન જરૂરિયાતના દરેક વર્ગ માટેના પાસાઓના સુભગ સમન્વય સાથે સુવિધાઓ-પ્રગતિ અને સુરક્ષાને સુનિશ્ચિત કરતા આ અંદાજપત્ર દેશના કરોડો નાગરિકોના હૃદયને સ્પર્શનારૂ બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગર 'ઓઈલ સિટી' સાથે હવે 'ગ્રીન એનર્જી' અને 'મેડીસીન ટુરીઝમ' કેન્દ્ર બનશે

જામનગર શહેર ભાજપનો પ્રતિભાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ-ર૦ર૬-ર૭ ના અંદાજપત્ર અંગે જામનગર શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા પ્રતિભાવમાં જણાવાયું છે કે, આ બજેટની વિવિધ જોગવાઈઓના કારણે જામનગર હવે ઓઈલ સિટી ઉપરાંત ગ્રીન એનર્જી તથા મેડીસીન ટુરીઝમ કેન્દ્ર બનશે.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠન, ચૂંટાયેલ સભ્યો (સાંસદ, મંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો), મોરચાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટનું સીધું પ્રસારણ સામૂહિક રીતે શહેર ભાજપ કાર્યાલયમાં નિહાળવામાં આવ્યું હતું.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં 'વિકસિત ભારત' બનાવવાના લક્ષ્ય સાથે મુખ્યત્વે ટેકનોલોજી, ખેતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કેન્દ્રીય બજેટ-ર૦ર૬ ને શહેર ભારતીય જનતાપાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, રાજયમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષ જોશી, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરસોત્તમ કકનાણી, શહેર સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, વોર્ડ પ્રમુખો, મોરચાના અધ્યક્ષ, પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ છે. ભારતીય જનતાપાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા કેન્દ્રીય અંદાજપત્રને આવકાર

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ કેન્દ્રીય અંદાજપત્રમાં એમએસએમઈ માટે રૂ।. ૧૦ હજાર કરોડ અને એસએમઈ માટે રૂપિયા બે હજાર કરોડની જોગવાઈથી લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્નાએ કેન્દ્રીય અંદાજપત્રને આવકારી જણાવ્યું છે કે, અસંગઠીત ક્ષેત્રના પ્રભુત્વવાળા ટુ ટીયર અને થ્રી ટીયર શહેરના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવાનો નિર્ણય આવકારદાયક છે.

વેપારી સમાજ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પૂરૃં પાડશે. ઈઝ ઓફ ડુઈંગથી સરળતા આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

દેશના મધ્યમવર્ગ માટે નિરાશાજનક અંદાજપત્ર

જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રીનો પ્રતિભાવ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ કેન્દ્રીય અંદાજપત્રને મધ્યમવર્ગ માટે નિરાશાજનક જણાવ્યું છે.

તેમના પ્રતિભાવમાં જણાવ્યા પ્રમાણે સરકાર દાવો કરે છે કે, દેશના રપ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તો પછી હજીપણ ૮૦ કરોડ લોકો મફત અનાજ ઉપર કેમ નભે છે...?

દેશનો મોટો વર્ગ  અત્યારે ગરીબી, મોંઘવારી અને બેરોજગારીની ગંભીર સમસ્યાથી પિડીત છે. વિદેશીયાત્રા સસ્તી કરવાની જાહેરાત હાસ્યાસ્પદ છે. નાના રોકાણકારો પર સબ-ઈન્કમટેક્સ એસટીટીમાં વધારો અને બાય બેક પર ટેક્સ નાખવાથી શેરબજારમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. બ્રાસ સ્ક્રેપમાં ડ્યુટી વધારવાથી જામનગરના બ્રાસ ઉદ્યોગમાં નિરાશા ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

જામનગરના બ્રાસ ઉદ્યોગ ઉપર કોઈ નવા કરભારણ ન આવવાથી રાહત

જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખનો પ્રતિભાવ

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ કેન્દ્રીય અંદાજપત્ર અંગે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ પ્રતિભાવ વ્યક્ત કરી જણાવ્યું છે કે, જામનગરના બ્રાસ ઉદ્યોગ પર કોઈ નવા કરભારણ ન આવવાથી રાહત થઈ છે.

નવા સ્થપાવા જઈ રહેલા ઔદ્યોગિક એકમો માટે દરેક સરકારી મંજૂરીઓ એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સીસ્ટમ બાબતે જાહેરાત કરી છે કે, હાલમાં નાના તથા સામાન્ય રોકાણકારો પુરતા અભ્યાસ વગર શેરબજારમાં ફયુચર-ઓપશનમાં ડીલ કરતા હોય તેને નાણાંકીય ખોટ ન ખાવી પડે તે માટે તથા આવા વ્યવહારો પર અંકુશ લાવવા માટે માનવીય અભિગમ અપનાવી સીક્યોરીટી ટ્રાન્ઝેકશન ટેક્સમાં વધારો કરવાની તથા ઈન્સ્યુરન્સના ક્લેઈમ પર મળનાર આવકને પણ ટેક્સ ફ્રી જાહેર કરવાની જાહેરાત કરી છે.

આવકવેરો છુપાવવા પર કોઈ સજા નહીં, પરંતુ કર ભરપાઈ કરવાની જાહેરાત કરી તથા અપીલમાં જવાની ફી અગાઉ ર૦ ટકા હતી તેમાં ઘટાડો કરી ૧૦ ટકા કરવાની અને ખાસ કરીને વ્યાપાર/ઉદ્યોગ પર કોઈ નવા પ્રત્યક્ષ કે પરોક્ષ કરવેરા નહીં નાખી બેલેન્સ કરવાનો પ્રયત્ન કરાયો છે તે આવકાર્ય બાબત છે. દેશમાં પ્રદુષણ નિયંત્રણ માટે ઈ-વાહન નિર્માણ પર પ્રોત્સાહન, અધ્યાત્મક પર્યટનને પ્રોત્સાહન, સૌરઉર્જાને પ્રોત્સાહન, મેડિકલ ટુરીઝમ માટે સરળતા તથા કેન્સર તથા સુગરની જીવન રક્ષક દવાઓ પર ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

આત્મનિર્ભર ભારતની વિકાસ યાત્રાને વેગ આપવા આર્થિક વિકાસની ગતીને તેજ કરવા માટે ખાસકરીને મેન્યુફેકચરીંગ, પરંપરાગત ઉદ્યોગોને પુર્નજીવીત કરવા, ચેમ્પિયન એમએસએમઈનું નિર્માણ કરવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવા તથા પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ પર જોર રાખવાની તથા ખાસ કરીને નિકાસ પર ભાર મૂકવાની પણ વાત કરી છે.

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા સ્ક્રેપના વેચાણ પર વસુલાતા ૧ ટકા ટીસીએસને નાબુદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટ સ્પીચ દરમિયાન નાણામંત્રીએ સ્ક્રેપના વેચાણ પર ટીસીએસનો દર ૧ ટકા હતો તે વધારીને ર ટકા કરવાની જાહેરાત કરેલ છે. આ ટીસીએસ વધારાથી મેન્યુફેકચરીંગ એકમો પર કોઈ અસર થશે નહી, પરંતુ વેપારીથી વેપારીને વેચાણ કરતા ટ્રેડર્સોને અસર થશે અને તેઓની મોટી કાર્યકારી મૂડી સરકાર લાંબા સમય સુધી રોકાઈ જશે.

અમેરિકન ટેરીફ તથા વૈશ્વિક અનિશ્ચિતતા જેવા અનેક પરિબળોથી અસરગ્રસ્ત દેશના અર્થતંત્રને તથા એમએસએમઈને વેગ આપવા માટે કોઈ વધારાનું કરભારણ નહીં નાખી દેશને એક વધુ વિકાસલક્ષી બજેટ આપવાના નિષ્ફાપૂર્વકના પ્રયત્નો કરેલા છે. પ્રાથમિક દૃષ્ટિએ બજેટ નાના ઉદ્યોગકારો માટે ફાયદાકારક બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh