Advertisement
Author: નોબત સમાચાર

ઘરેલુ રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના બાટલામાં મોટા વેઈટીંગ લીસ્ટના કારણે લોકોને ભારે પરેશાન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: ઈરાન- ઈઝરાયલ તથા અખાતી દેશોમાં યુદ્ધના માહોલથી શરૂ થયેલ ગેસના બાટલાની સ્થિતિ દિવસે દિવસે ગંભીર થતી જાય છે. સબ સલામત પુરતા પુરવઠાના દાવા વચ્ચે પણ રાંધણ ગેસ ઘરેલુમાં તો કતારો છે તો કોમર્શિયલ વપરાશના બાટલા ૧૯ કિલોના ૧૯૦૦ રૂપિયાના મોટા ભાવથી અપાય છે તે પણ છ દિવસ જ એક પણ બાટલો દ્વારકા જિલ્લામાં ના આવતા હોટલ, ઉદ્યોગ પણ કટોકટીમાં આવી ગયો છે.

દ્વારકા જિલ્લામાં ઈન્ડેન ભારત તથા એચ.પી.ની કુલ ૧૮ એજન્સીઓ છે જે તમામ એજન્સીઓમાં ઓનલાઈન બુકીંગમાં ધસારો થતાં તમામ કંપનીઓના સર્વર ડાઉન થઈ જતાં ઓનલાઈન બુકીંગ થતું જ નથી. જો થાય તો રાત્રે થાય છે. યુદ્ધમાં બાટલા નહીં મળેની અફવા કાનોકાન ફેલાતા અખબારોમાં મંત્રીઓના પુરતા પુરવઠાના દાવા છતાં એજન્સીઓમાં રોજ ગ્રાહકો બાટલા લેવા ઉમટતા બાટલા ના મળતા રોજ ઘર્ષણની સ્થિતિ દરેક એજન્સીમાં જોવા મળે છે. ખંભાળિયાની એજન્સીમાં પાંચ તારીખે બાટલો ખલાસ થતાં નોંધાવેલ હોય તેમનો વારો ગઈકાલે બાર તારીખે આવતા સાત દિવસનો ગાળો થઈ ગયો છે જે પહેલા બીજા દિવસે બાટલો મળી જતો !!

દોઢ લાખથી વધુ ઘરેલું કનેકશનો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧ ઈન્ડેન તથા ત્રણ ભારત, એચ.પી.ની ગેસ એજન્સીઓ વચ્ચે દોઢેક લાખથી વધુ જોડાણો છે પરંતુ તમામ એજન્સીઓમાં આવી જ સ્થિતિ છે. અનેક લોકો ઘરમાં ઈલેકટ્રીક સગડી વાપરતા હોય તેમને ત્રણેક મહિને બાટલો જોઈએ પણ હાલની તંગી જોતા તેઓ પણ ખાલી બાટલો ભરાવવા મંડી જતાં વેઈટીંગ લીસ્ટ મોટુંને મોટું થતું જાય છે. ૭૦૦ના બુકીંગ સામે ૩૦૦ બાટલા આવતા ભારે દેકારો બોલે છે. જો કે તંત્ર દ્વારા ડી.એ.સી. નંબર માન્ય મોબાઈલમાં આવે તો જ ડિલિવરીની વ્યવસ્થા કરતા મોટી રીતે બાટલા કાળા બજાર ના થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે.

કોમર્શિયલ બાટલા ગમે ત્યારે મળી જાય કેમ કે ઘરેલું ૯૩૦ સામે કોમર્શિયલ ૧૯૪૦ રૂપિયામાં મળતો હોય પરંતુ છ દિવસથી એક પણ ગાડી કોમર્શિયલની ના આવતા યાત્રાધામ દ્વારકા સહિત હોટલ, ઉદ્યોગ જેવા ભોજનની વ્યવસ્થા છે તે ભારે કટોકટીની સ્થિતિમાં મુકાઈ ગયો છે તો બાટલાના સ્ટોક કરનારા વધારાના બાટલા મોટી રકમો લઈને વેચવા માંડયા છે તો પ્રસંગોમાં રસોઈ માટે બાટલા ના મળતા પ્રસંગો પણ ખોરવાઈ ગયા છે.

રાજ્ય સરકારે કેરોસીન તો વર્ષોથી બંધ જ કરી દીધુ હોય જો આવી જ સ્થિતિ ચાલુ રહી તો લાકડા, છાણાં, કોલસા આજની યુવા પેઢીએ તો માત્ર ચિત્રમાં જ જોયા છે !!

યાત્રાળુઓ બસમાં યાત્રાએ નીકળતા રસોઈ બનાવતા હોય તેમને પણ બાટલા ના મળતા તેઓ પણ ગોટે ચડી ગયાની સ્થિતિ થઈ છે. રાજકોટ પાસે નવાગામ બાટલાના પ્લાંટમાંથી રોજ ૧૨૦ થી ૧૩૦ ટ્રકો ભરીને નીકળતા તે હવે ૪૦/૫૦ થઈ ગયા છે તથા હજુ આવી સ્થિતિ રહી તો ૨૫ દિવસના બદલે ૪૦ દિવસે બાટલો મળવા લાગે તો નવાઈ નહી.!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh