Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજા વિદ્યાર્થીએ માથામાં હથોડી ઝીંકી ફ્રેક્ચર કર્યું:
જામનગર તા. ૧૩: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે મસ્તી મજાકમાં બોલાચાલી થયા પછી એક વિદ્યાર્થીએ માફી માંગી હતી પરંતુ તેનો ખાર રાખી મંગળવારની રાત્રે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હથોડીથી હુમલો કરી માથામાં ફ્રેક્ચર કરી નાખતા ઘવાયેલા વિદ્યાર્થીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા પુલ પાસે દાસારામ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મૂળ ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક વિદ્યાર્થીએ થોડા દિવસ પહેલાં આ જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મૂળ જામખંભાળિયાના હંજડાપર ગામના બીજા વિદ્યાર્થી સાથે મસ્તી મજાકમાં બોલાચાલી થઈ હતી.
ત્યારપછી બંને વિદ્યાર્થી વચ્ચે માફામાફી થઈ હતી. એક વિદ્યાર્થીએ માફી માંગ્યા પછી તે બાબતનો ખાર રાખી મંગળવારની રાત્રે બારેક વાગ્યે જ્યારે બીજો વિદ્યાર્થી જ્યારે પોતાના રૂમમાં હતો ત્યારે ગાળો ભાંડી હતી અને મને માફી કેમ મંગાવી તેમ કહી અભ્યાસ માટે રાખવામાં આવેલા એન્જિનિયરીંગના સાધનોમાંથી હથોડી કાઢી માથામાં ફટકારી દીધી હતી. જેમાં તે વિદ્યાર્થીને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી. આ વિદ્યાર્થીને સારવારમાં ખસેડવામાં આવ્યો છે તેના પિતાએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial