Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વોર્ડ નં. ૧૬માં રૂ. ૧૯૮ લાખના ૧૦ વિકાસકામોના ખાતમુહૂર્ત સંપન્નઃ સુવિધા વધશે

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના વોર્ડ નં. ૧૬માં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૯૮.૫૭ લાખના ૧૦ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતાં.

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી વોર્ડ નંબર ૧૬ માં ૧૯૮.૫૭ લાખના ખર્ચે ૧૦ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવ્યા હતા.

નગરમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહૃાા છે, જેના ભાગરૂપે જામનગરના નંદનવન પટેલ સમાજ તથા આજુબાજુના વિસ્તારમાં સીસી રોડ બનાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને નંદનવન પાર્કમાં સીસી બ્લોક અને રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 આ ઉપરાંત પટેલ નગર ગ્રે સ્કૂલની અંદરના ભાગમાં આડા રોડમાં સીસી રોડના કામ તેમજ પટેલ નગર શેરી નંબર ચારમાં મનજીભાઈ વાઘેલાના ઘરની સામેના કોમન પ્લોટ માં સીસી બ્લોકના કામનું પટેલ નગર શેરી નંબર ત્રણમાં સીસી રોડનું કામ, પ્રણામી ટાઉનશિપ -૩ ઘર નંબર ૫૫ થી ૭૨ સુધી સી.સી.રોડનું કામ તેમજ પ્રણામી ટાઉનશિપ- ૩ ઘર નંબર ૧૯ થી ૩૬ સુધીના સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મહાવીર નગર ની ડાબી બાજુમાં આવેલી શેરી નંબર-૧ થી ૪ માં સીસી રોડના કામ ના ખાત મુહૂર્ત કરાયું હતું.

તદ્પરાંત હર્ષદમીલની ચાલી શેરી નંબર -૧ માં સીસી રોડનું કામ હર્ષદ મિલની ચાલી શેરી નંબર -૨ માં પણ સીસી રોડના કામના ખાતમુહૂર્ત થયા હતાં.

આ ખાતમુહૂર્તના કાર્યક્રમોની શૃંખલામાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઇ નાખવા આ ઉપરાંત વોર્ડ નંબર ૧૬ના ભાજ૫ના તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો જોડાયા હતાં. અને વોર્ડ નંબર ૧૬ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh