Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના જાયવા ગામના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ ફટકારાઈ

રૂ।.૧૦૩૧૯૬નો દંડ ભરવા અદાલતનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરની એક સોસાયટીના સભાસદને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને ચેકની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ અને ધ્રોલના જાયવા ગામના જાહિદ ફિરોઝભાઈ સુધાગુનીયાએ સોસાયટી પાસેથી લોન મેળવી તેની પરત ચૂકવણી માટે રૂ।.૧૦૩૧૯૬ની રકમનો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી અદાલતમાં ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh