Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્ડ ગ્રેબિંગ અંગે તાત્કાલિક તપાસનો હુકમઃ
ઓખા તા. ૧૦: દ્વારકા નજીક નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગે જુદી જુદી રજૂઆતો થયા પછી ત્રણ સપ્તાહ પૂર્વે પીએમઓ સુધી રજૂઆતો પહોંચતા આ પ્રકરણમાં તાત્કાલિક તપાસ કરી અહેવાલ રજૂ કરવા દ્વારકાના નિવાસી અધિક કલેક્ટર અને લેન્ડ ગ્રેબિંગ સમિતિના સભ્ય સચિવે પ્રાંત અધિકારી તથા નાયબ પોલીસવડાને હુકમ કરતા ખળભળાટ મચ્યો છે.
દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરમાં ગેરવહીવટી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થયા પછી ધારાસભ્ય અને આજુબાજુના ગામના સરપંચો સહિતના આગેવાનોની રજુઆત પછી હાઈકોર્ટ સુધી પહોંચેલા આ પ્રકરણમાં કાનૂની હુકમ પછી પણ પરિસ્થિતિ પછી મહદઅંશે ફેરફાર જોવા ન મળતા તેવા ઉપસી રહેલા ચિત્ર વચ્ચે ટ્રસ્ટી સહિતના લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની રજૂઆત થતાં અને તેના પગલે તપાસનો આદેશ કરાતા આખુ પ્રકરણ ફરીથી ધગધગ્યું છે.
ત્યાંના પરેશભાઈ કેશુભાઈ ગોસાઈ નામના આસામીએ પીજી પોર્ટલ પર કરેલી રજૂઆતથી ગુજરાતના જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા-૨૦૨૦ હેઠળ જયાબેન કેશુભારથીએ ઈ-કરા પોર્ટલ પર કરેલી અરજી સંબંધે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી તથા નાયબ પોલીસવડાને દ્વારકાના કલેકટર અને સભ્ય સચિવ-લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા સુચન કરવામાં આવ્યું છે.
મંદિરના ટ્રસ્ટીઓ સામે ગયા નવેમ્બર મહિનામાં થયેલી રજૂઆત પછી પગલાં ભરવામાં ન આવતા ત્રણ સપ્તાહ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલય સુધી રજૂઆત થઈ હતી. જેના પગલે તાત્કાલિક તપાસ કરી અહેવાલ રજૂ કરવા પ્રાંત અધિકારી તથા નાયબ પોલીસવડાને હુકમ કરાતા પરિણામલક્ષી કાર્યવાહી થવાની સંભાવના જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ સહિતના ૧પ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી માટે રજૂઆત થઈ છે ત્યારે ચેતન માલદેભાઈ ગોહિલ નામના એક ટ્રસ્ટી તથા અન્ય ત્રણ પર બરડીયાના એક આસામીની નકલી દસ્તાવેજથી જમીન પચાવી પાડવા અંગેનો પણ આરોપ લાગ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial