Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાએ શરીરમાં બે કેપ્સ્યુલ છૂપાવી હતીઃ
અમદાવાદ તા. ૩૧: અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી મહિલા પાસેથી ૮૩ લાખનું સોનું ઝડપાયું છે. તેણીએ શરીરમાં બે કેપ્સ્યુલ છૂપાવી હતી.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોનાની દાણચોરીનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. કુઆલાલંપુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી ૮૩.૨૯ લાખ રૂપિયાની કિંમતનું ૫૫૩.૦૭ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial