Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં પપ લાખ જેટલા શંકાસ્પદ રેશનકાર્ડધારકો મેળવે છે મફત અનાજ!

કોઈ જમીનદાર છે, કોઈ ઈન્કમટેક્ષ ભરે છે, તો કોઈ કંપનીના ડિરેક્ટર છે!

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૩: ગુજરાતમાં પપ લાખ જેટલા શંકાસ્ચદ રેશનકાર્ડ ધારકો મફત અનાજ મેળવી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે.

વાઈબ્રન્ટ ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ ેલેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા પછી હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે જેના ભાગરૂપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતા આખાય રાજ્યમાં કુલ મળીને પપ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યું છે.

આર્થિક રીતે સુખસંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જમીનદારો, કંપની ડિરેક્ટર, ઈન્કમટેક્સ ભરનારા રપ લાખનું ટર્નઓવર કરતા લોકો પણ એનએફએસ રેશનકાર્ડ ધરાવે છે. પ્રથમ તબક્કામાં ૧પ.૬૬ લાખ એનએસએફએ કાર્ડને નોન એનએસએફએ કાર્ડમાં તબદીલ કરવા નક્કી કરાયું છે.

એનએફએસએ કાર્ડધારકોએ જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે. મામલતદાર-તાલુકા કક્ષાની કમિટી ખુલાસો માન્ય રાખશે તો જ કાર્ડને એનએફએસએ યોજના અંતર્ગત રાખવામાં આવશે. નહીંતર એ કાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરાશે જેમાં અનાજ મળતુ બંધ થઈ જશે. રાજ્ય અન્ન પુરવઠા વિભાગે પપ લાખ શંકાસ્પદ રેશનકાર્ડની તપાસ હાથ ધરવા નક્કી કર્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં ૧પ,૬૬,૪૯ર રેશનકાર્ડ શંકાસ્પદ જણાયા છે તે બધાય કાર્ડને નોન એનએફએસએમાં તબદિલ કરાયા છે.

મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના નામે પણ અત્યાર સુધી અનાજ લઈ લેવાયું છે. કેટલાક કાર્ડ તો એવા છે જેમાં એક વર્ષથી કાર્ડધારકે રેશન જ મેળવ્યું નથી. એક કરતા અન્ય રાજ્યોમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેની સંખ્યા પણ ૩પ૦૦ થી વધુ છે. રર હજાર કાડધારકો તો ડુપ્લીકેટ નામ ધરાવે છે.

ગુજરાતમાં એનએફએસએ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પૂરૂ પાડવામાં આવે છે. વર્ષ ર૦રર-ર૩ માં ગુજરાતમાં ૩.૪પ કરોડ લોકો મફત અનાજ મેળવતા હતાં, જ્યારે વર્ષ ર૦રપ માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને ૩.૬પ કરોડ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં ર૦ લાખનો વધારો થયો છે. અન્ન પુરવઠા વિભાગે હવે સુખીસંપન્ન પરિવારોને શોધીને રેશનકાર્ડ રદ્ કરવાનું અભિયાન તો શરૂ કર્યું છે, પણ સવાલ એ છે કે, આ રેશનકાર્ડ કાઢી આપનારા કોણ? તેમની સામે કેમ પગલાં લેવાતા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh