Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વારાણસીની જાહેર સભામાં ઓપરેશન સિંદૂરની સફળતા વર્ણવી વિપક્ષો પર તડાપીટ બોલાવીઃ રૂ. ૨૨૦૦ કરોડના બાવન વિકાસ પ્રોજેકટ લોન્ચઃ ખેડૂતોના ખાતામાં ૨૦મો હપ્તો જમા
નવી દિલ્હી તા. ૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કરોડોના વિકાસ કાર્યોના લોન્ચીંગ સાથે ઓપરેશન સિંદુરની સફળતા વર્ણવી હતી. અને વિપક્ષો પર આ મુદ્દે તડાપીટ બોલાવી લોકોને વોકલ પર લોકલને અનુસરવા અપીલ કરી હતી.
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવાપુરીના બનૌલી ગામમાં ૨૧૮૩.૪૫ કરોડ રૂૂપિયાના ૫૨ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો ૨૦માં હપ્તાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતા કહૃાું કે, 'મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ થયું છે. જે મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું છે. 'ઓપરેશન સિંદૂર પછી આજે હું પહેલી વાર કાશી આવ્યો છું. ૨૨મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો, ૨૬ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમના પરિવારોની પીડા, તે બાળકોની પીડા, દીકરીઓની પીડા, મારું હ્ય્દય ખૂબ જ પીડામાંથી પસાર થયું હતું. ત્યારે હું બાબા વિશ્વનાથને પ્રાર્થના કરી રહૃાો હતો કે તે બધા પીડિત પરિવારોને આ પીડા સહન કરવાની હિંમત આપે.' હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું.'
કોંગ્રેસ પર પ્રહારદ્બ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે, "ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશના કેટલાક લોકોના પેટમાં દુઃખાવો થઈ રહૃાો છે. કોંગ્રેસ પાર્ટી અને તેના લોકો એ હકીકતને પચાવી શકતા નથી કે ભારતે આતંકીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે. કોંગ્રેસે ઓપરેશન સિંદૂરને દેખાડો ( તમાશા ) ગણાવ્યું, વાસ્તવિકતા એ છે કે કોંગ્રેસ આતંકીની હાલત જોઈને રડે છે. તમે મને કહો કે શું સિંદૂર ક્યારેય દેખાડો હોઈ શકે છે? શું કોઈ સિંદૂરને દેખાડો કહી શકે? શું આતંકીઓને મારવા માટે પણ રાહ જોવી જોઈએ? શું મારે આતંકીઓને ઠાર કરવા માટે સપાને બોલાવવા જોઈએ?'
વડાપ્રધાને કહ્યુ કે, જો પાકિસ્તાન ફરી કોઈ પાપ કરશે તો આપણી મિસાઈલો આતંકવાદીઓનો નાશ કરશે. ભારત પર હુમલો કરનાર દુશ્મન પાતાળમાં છુપાશે તો પણ બચશે નહીં. ઓપરેશન સિંદૂરમાં ભારતના સ્વદેશી શસ્ત્રોની શક્તિ આખી દુનિયાએ જોઈ. ડ્રોન, મિસાઇલ, હવાઈ સંરક્ષણે આત્મનિર્ભર ભારતની શક્તિ સાબિત કરી. પાકિસ્તાનમાં એટલો ડર છે કે બ્રહ્મોસનો અવાજ સંભળાય તો પણ પાકિસ્તાન સૂઈ શકતું નથી.
પીએમએ અમેરિકાનું નામ લીધા વિના ટેરિફ પર નિવેદન પણ આપ્યું. તેમણે કહૃાું- આપણે એવી વસ્તુઓ ખરીદીશું જે કોઈને કોઈ ભારતીયની મહેનતથી બની હોય. આપણે વોકલ ફોર લોકલ મંત્ર અપનાવવો પડશે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રોત્સાહન આપીશું.
વડાપ્રધાને કહ્યુ કે, બસપાના નેતાઓ સંસદમાં કહી રહ્યા હતા કે પહેલગામના આતંકવાદીઓને હવે કેમ માર્યા ગયા ? હવે મને કહો, હું તેમને ફોન કરીને પૂછીશ. આ એ જ લોકો છે જેઓ યુપીમાં સત્તામાં હતા ત્યારે આતંકવાદીઓને કલીનચીટ આપતા હતા. તેઓ બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સામેના કેસ પાછા ખેંચી લેતા હતાં.
મોદીએ કહ્યુ કે, પાકિસ્તાનના ઘણા એરબેઝ હજુ પણ આઈસીયુ માં પડેલા છે. પાકિસ્તાન દુઃખી છે. કોઈ પણ આ સમજી શકે છે, પરંતુ સપા અને કોંગ્રેસ પાકિસ્તાનનું આ દુઃખ સહન કરી શકતા નથી. બીજી બાજુ, આતંકનો માસ્ટર રડે છે. બીજી બાજુ, કોંગ્રેસ-સપાના લોકો આતંકવાદીઓની હાલત જોઈને રડે છે. કોંગ્રેસ સતત આપણા દળોના બહાદુરીનું અપમાન કરી રહી છે.
મોદીએ કહયુ કે, અમારું લક્ષ્ય દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવાનું છે. અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ લખપતિ દીદી બનાવવામાં આવી છે. અડધો લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયો છે. આ આંકડો સાંભળીને સમાજવાદી પાર્ટીના લોકો સાયકલ લઈને ભાગી જશે. સરકારના ડ્રોન દીદી અભિયાનથી લાખો લોકોની આવકમાં વધારો થયો છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રવચન કર્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial