Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીન - અર્વાચીન ગરબીઓના પંડાલો અને ખેલૈયાઓ થઇ ગયા સજ્જ
'નવરાત્રિ' ને વિશ્વનો સૌથી લાંબો નૃત્યોત્સવ કહેવામાં આવે છે. આદ્યશક્તિની ભક્તિના આ પર્વમાં ગુજરાતમાં ગરબાની સંસ્કૃતિએ આગવી ઓળખ બનાવી છે.ત્યારે 'છોટીકાશી' કહેવાતું જામનગર ભક્તિ અને સંસ્કૃતિનાં આ અનોખા પર્વને ઉજવવા થનગની રહૃાું છે. ઘરે ઘરે પૂજા સ્થાનમાં ગરબા સ્થાપનને પગલે લોકોએ માટીનાં ગરબાથી લઇ ધાતુઓનાં કલાત્મક ગરબાઓની ખરીદી કરી છે. બીજી તરફ ઠેર ઠેર દરેક વિસ્તારમાં યોજાતી પ્રાચીન ગરબીઓ તથા મેદાનોમાં વિશાળ જગ્યામાં યોજાતી અર્વાચીન ગરબીઓમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ સજ્જ થઇ ગયા છે. ગરબા મહોત્સવને લઇને ટ્રેડિશ્નલ ડ્રેસ અને ઓર્નામેન્ટસની બજારમાં પણ દિવાળી જેવુ વાતાવરણ છે. મોટા ગરબા મહોત્સવનાં આયોજકો છેલ્લી ઘડીની વ્યવસ્થાઓમાં વ્યસ્ત છે અને સિંગર, સંગીતકાર - એન્કર વગેરે કલાકારો પણ પોતાની કલાનાં કામણ પાથરવા આતુર છે. પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ ટીમ બનાવી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે ત્રીજની વૃદ્ધિ તિથિ હોવાથી એટલેકે ત્રીજુ નોરતુ બે વખત હોય કુલ ૧૦ રાત્રિનાં નોરતા થશે એટલેકે ખેલૈયાએને એક દિવસ વધુ ગરબે ઘૂમવા મળશે જેને પગલે યુવાઓમાં આનંદ છે. બાય બાય નવરાત્રિ આયોજનો સહિત છેટ શરદ પૂનમ સુધી એટલેકે આગામી ૧૫ દિવસ શહેરમાં ગરબા મહોત્સવ ચાલતો રહેશે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial