Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્ય પૂનમબેન માડમના સૌજન્યથી
ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત હાલારના પત્રકારો બે દિવસ દિલ્હી પ્રવાસ સાથે સંસદ ભવનની મુલાકાત લઈને લોકશાહીના મૂલ્યોને નજીકથી સમજવાનો અને ભારતના ગૌરવપૂર્ણ ઈતિહાસના સ્થળને સ્પર્શી ગૌરવની લાગણી અનુભવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલારના ગામોમાંથી ખાસ બસોમાં અમદાવાદ અને ત્યાંથી હવાઈ માર્ગે દિલ્હી પહોંચીને પત્રકારોએ દિલ્હી સંસદ ભવનની ગેલેરીમાં ફરતા અને ત્યાં બેસીને આ ઐતિહાસિક સ્થળની સ્મૃતિ મનમાં ભરી હતી. પત્રકારોએ ચાલુ સંસદમાં કેન્દ્રીય મંત્રીઓના વાર્તાલાપો નિહાળ્યા હતા તથા ગૌરવ ક્ષણો માણી હતી.
જુના સંસદ ભવન તથા નવા સંસદ ભવન બંને ઐતિહાસિક સ્થળો જ્યાં ભારતનું બંધારણ ઘડાયુ હતું તે સ્થળો સાથે દિલ્હીના મહત્ત્વના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial