Advertisement
Author: નોબત સમાચાર

વસુલાત નહીં, વિશ્વાસનો પ્રશ્નઃ વિનિમય પત્રક કાયદાની કડક કાનૂની વાસ્તવિકતા

                                                                                                                                                                                                      

સામાન્ય માન્યતા એવી છે કે વિનિમય પત્રક કાયદો એટલે માત્ર ચેક બાઉન્સનો વસુલાતનો કાયદો.  હકીકતમાં આ માન્યતા અર્ધસત્ય છે. વિનિમય પત્રક કાયદો માત્ર ચેક પૂરતો મર્યાદિત નથી અને ન તો  તે માત્ર પૈસા વસુલાત માટે બનાવેલો કાયદો છે. આ કાયદાનો મૂળ હેતુ વેપારિક વિશ્વસનીયતા જા ળવવાનો અને નાણાકીય વ્યવહારોમાં વિશ્વાસ કાયમ રાખવાનો છે. આ કાયદા હેઠળ થતો ગુનો ના ગરિક ભૂલ નહીં પરંતુ ફોજદારી જવાબદારીને જન્મ આપે છે, જે વાત સામાન્ય નાગરિકો ઘણીવાર  સમજે નહીં.

વિનિમય પત્રકનો અર્થ માત્ર ચેક નથી. તેમાં હૂંડી અને વચનપત્ર જેવા નાણાકીય દસ્તાવેજોનો સમાવેશ  થાય છે. જોકે વ્યવહારિક રીતે સૌથી વધુ કેસ ચેક સંબંધિત હોવાથી લોકો આ કાયદાને માત્ર ચેક  બાઉન્સ સાથે જ જોડે છે. કાયદાની દૃષ્ટિએ જો કોઈ વ્યક્તિ કાયદેસર દેવા અથવા જવાબદારી માટે  આપેલો ચેક બેંક દ્વારા અદાયગી ન થવાના કારણે પરત આવે, તો તે એક સ્વતંત્ર ફોજદારી ગુનો બને  છે.

અહીં એક મહત્વપૂર્ણ ગેરસમજ તોડવી જરૂરી છે. ઘણા લોકો માને છે કે આ કાયદો પૈસા પાછા મે ળવવાનો શોર્ટકટ છે. વાસ્તવમાં કોર્ટ આ પ્રકારના કેસને સજા અને દંડ આધારિત ફોજદારી કાર્યવાહી તરીકે જ જોવે છે. હાં, દંડમાંથી રકમ ફરિયાદીને મળવાની શક્યતા હોય શકે, પરંતુ તે કાયદાનો  મુખ્ય ઉદ્દેશ નથી. મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈપણ વ્યક્તિ બિનજવાબદાર રીતે ચેક આપી વેપારિક શિસ્ત  ભંગ ન કરે.

આ કાયદાની સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ પડાવ કાનૂની નોટિસ છે. ચેક પરત આવ્યાના જ્ઞાન  પછી નિર્ધારિત સમયમર્યાદામાં લેખિત નોટિસ આપવી ફરજિયાત છે. નોટિસ આપ્યા વિના સીધો કેસ  દાખલ કરી શકાય નહીં. નોટિસ માત્ર ઔપચારિકતા નથી; તે સમગ્ર કેસની પાયાની ઇમારત છે. નોટિસમાં દેવાની વિગતો, ચેકની માહિતી અને ચુકવણી માટેની સ્પષ્ટ માગ હોવી અત્યંત આવશ્યક  છે. નોટિસમાં થયેલી નાની ભૂલ પણ આખા કેસને જોખમમાં મૂકી શકે છે.

નોટિસ જેટલી મહત્વની છે, એટલું જ મહત્વ તેનું જવાબ આપવાનું પણ છે. આરોપી તરફથી ઘણીવાર  નોટિસ અવગણવામાં આવે છે, જે ગંભીર ભૂલ સાબિત થાય છે. નોટિસનો જવાબ આરોપીની બચાવ  રણનીતિનો આધારસ્તંભ બને છે. જવાબ ન આપવાથી અથવા અવિચારપૂર્વક જવાબ આપવાથી  આરોપી પોતાના જ હિતને નુકસાન પહોંચાડે છે. કોર્ટ ઘણીવાર નોટિસ અને તેના જવાબને ધ્યાનમાં  રાખીને બચાવની વિશ્વસનીયતા પરખે છે.

નોટિસ બાદ જો ચુકવણી ન થાય, તો ફરિયાદ દાખલ થાય છે અને ત્યારબાદ ટ્રાયલ શરૂ થાય છે.  ટ્રાયલ દરમિયાન ફરિયાદી પહેલા પોતાની પુરાવા રજૂ કરે છે. કાયદામાં કેટલીક કાનૂની ધારણાઓ  સ્થાપિત કરવામાં આવી છે, જેમ કે ચેક કાયદેસર દેવા માટે જ આપવામાં આવ્યો હતો એવી માન્યતા.  આ ધારણાઓને કારણે પુરાવાનો ભાર મોટા ભાગે આરોપી પર આવી જાય છે. આરોપીએ કોર્ટને  વિશ્વસનીય રીતે બતાવવું પડે છે કે ચેક કોઈ કાયદેસર દેવા માટે નહોતો અથવા ફરિયાદીની વાત  સાચી નથી.

આ કાયદા હેઠળ બચાવ માટેના માર્ગ સીમિત છે પરંતુ અશક્ય નથી. ચેક સુરક્ષારૂપે આપેલો હતો, દેવું  અસ્તિત્વમાં નહોતું, અથવા ફરિયાદી તરફથી દસ્તાવેજી ખામી છે. બધા મુદ્દા યોગ્ય પુરાવા સાથે રજૂ  થાય તો બચાવ શક્ય બને છે. પરંતુ માત્ર મૌખિક દલીલોથી કોર્ટ સંતોષ પામતી નથી.

વિનિમય પત્રક કાયદાનો સૌથી વિશિષ્ટ પાસો તેની કાનૂની ધારણાઓ છે. સામાન્ય ફોજદારી કેસમાં  ફરિયાદી પર પુરાવાનો સંપૂર્ણ ભાર હોય છે, પરંતુ અહીં કાયદો સ્વતઃ માન્યતા આપે છે કે ચેક  કાયદેસર દેવા અથવા જવાબદારી સામે જ આપવામાં આવ્યો છે. આ ધારણા એકવાર સ્થાપિત થઈ  જાય પછી આરોપીને કોર્ટ સમક્ષ સંભાવિત અને વિશ્વસનીય બચાવ રજૂ કરવાનો ભાર આવે છે.  એટલે કે, દેવું નહોતું એવી ખાલી દલીલ પૂરતી નથી; તેને દસ્તાવેજી અને પરિસ્થિતિજન્ય પુરાવા દ્વારા  સાબિત કરવું પડે છે. આ જ કારણ છે કે આ કાયદાને વ્યવહારિક રીતે ખૂબ કડક માનવામાં આવે છે.

ટ્રાયલ દરમિયાન આરોપીની હાજરી અત્યંત મહત્વપૂર્ણ છે. ઘણીવાર લોકો આ પ્રકારના કેસને હ ળવાશથી લઈ ગેરહાજર રહે છે, જેના કારણે ધરપકડ વોરંટ અને કડક કાર્યવાહી થાય છે. કોર્ટ આ  ગુનાને ગંભીરતાથી લે છે કારણ કે તે વેપારિક વિશ્વાસ સાથે જોડાયેલો છે.

ઘણા આરોપીઓ એ ગેરસમજમાં રહે છે કે ચેક સુરક્ષા રૂપે આપેલો હોવાથી તેઓ જવાબદારીમાંથી  મુક્ત છે. કાયદાની દૃષ્ટિએ આવી માન્યતા ખોટી છે. જો સુરક્ષા ચેક પણ કાયદેસર વ્યવહાર સાથે  જોડાયેલો હોય અને જવાબદારી અસ્તિત્વમાં હોય, તો તે પણ કાયદાની પકડમાં આવે છે. વધુમાં,  નોટિસ અવગણવી, ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવું અથવા બિનસલાહભર્યો બચાવ લેવુંઆ તમામ  બાબતો આરોપીની સ્થિતિ વધુ નબળી બનાવે છે. કોર્ટ હવે આવા કેસોમાં તકનીકી બચાવ કરતાં  વ્યવહારની સત્યતા અને વિશ્વસનીયતા પર વધુ ભાર મૂકે છે.

આ કેસને વિવિધ સ્તરે પડકારવામાં આવી શકે છે, જેમ કે સમન્સના તબક્કે, ચાર્જના તબક્કે અથવા  ઉચ્ચ ન્યાયાલયમાં વિશેષ અધિકાર હેઠળ. પરંતુ દરેક તબક્કે કાયદાકીય સમજ અને સચોટ રણનીતિ  જરૂરી છે.

સામાન્ય નાગરિકો માટે સૌથી મોટો પાઠ એ છે કે ચેક આપતાં પહેલાં અત્યંત સાવચેતી રાખવી. ખાલી  ચેક આપવો, સુરક્ષા તરીકે બિનવિચારપૂર્વક ચેક આપવો અથવા ખાતામાં પૂરતી રકમ વિના ચેક આપ વો ભવિષ્યમાં ગંભીર ફોજદારી મુશ્કેલી ઉભી કરી શકે છે. બીજી તરફ, ફરિયાદી માટે પણ કાયદેસર  પગલાંમાં ચોકસાઈ, સમયમર્યાદાનું પાલન અને દસ્તાવેજી સજ્જતા અત્યંત જરૂરી છે.

વિનિમય પત્રક કાયદો વ્યક્તિગત વિવાદો સુધી સીમિત નથી; તે સમગ્ર વેપારિક વ્યવસ્થાને સંદેશ આપે  છે કે નાણાકીય પ્રતિબદ્ધતા હળવી બાબત નથી. ચેક એ વિશ્વાસનું પ્રતીક છે અને તેનું ભંગ થવું માત્ર  બે વ્યક્તિઓ વચ્ચેનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર વેપારિક નૈતિકતાને અસર કરે છે.  . તેને હળવાશથી  લેવું કે માત્ર વસુલાતનું સાધન માનવું, બંને ખતરનાક છે. આ કાયદા દ્વારા ન્યાયવ્યવસ્થા એ સ્પષ્ટ  કરે છે કે નાણાકીય શિસ્ત અને જવાબદારી વગર સ્વસ્થ અર્થતંત્ર શક્ય નથી. તેથી આ કાયદાને  સમજવું અને તેનું પાલન કરવું, બંનેનાગરિક અને વેપારીમાટે અનિવાર્ય છે.

ધ્વનિ લાખાણી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh