Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હતાશ થયેલા યુવકે પોલીસમાં કરી અરજીઃ
જામનગર તા. ૩: જામનગરના દરેડના એક યુવાનને મહારાષ્ટ્રના મુંબઈની એક યુવતીના લગ્ન કરાવી આપવાની લાલચ બતાવી દસ શખ્સે છેતર્યાની અને આ યુવતીએ જામનગર આવી પોત પ્રકાસ્યા પછી રૂ।.સાડા ત્રણેક લાખ અને સોનાની બુટી તેમજ મોબાઈલ મેળવી લઈ આ યુવકને મુંબઈ લઈ જઈ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં અરજી કરવામાં આવી છે.
જામનગરના દરેડમાં દ્વારકેશ દર્શનમાં રહેતા જયેન્દ્રભાઈ નથુભાઈ વાલ્વા (ઉ.વ.૩પ) નામના યુવાને પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી પાઠવી જામનગરના એસપી, ગ્રામ્ય ડીવાયએસપી, એસસી-એસટી સેલના ડીવાયએસપી તેમજ રાજકોટ રેન્જ આઈજી અને રાજ્યના ગૃહમંત્રી જોગ રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યા મુજબ જયેન્દ્રભાઈને લગ્ન કરવાના બાકી હોવાથી તેઓએ કેટલાક વ્યક્તિઓને યુવતી બતાવવાનું કહ્યા પછી જયેન્દ્રભાઈને મંુબઈના વસઈ અથવા કાંદીવલી વિસ્તારમાં રહેતા રાજેશકુમાર નામના વ્યક્તિનો સંપર્ક કરાવાયો હતો. રાજેશની કહેવાતી ભત્રીજી સીમા ઉમેશભાઈ વિશ્વકર્માના તેની સાથે લગ્ન કરાવવાની વાતચીત કરાવાયા પછી રાજકોટ અથવા જૂનાગઢ અથવા નાગપુરમાં રહેતા અને કહેવાતા પત્રકાર હરીશ પ્રજાપતિ, મુંબઈના સર્વેશ યાદવ, નાલાસોપારાના મનોજ શાહ, ખારના પ્રજ્ઞેશ પંડયા, દિલ્હીના આકાશ, થાણાના અશોક ચૌહાણ, કાંદીવલીના દિલીપ ટેઈલર, જામજોધપુરના શેઠવડાળાના વિનોદ દેવશી વાઘેલા અને નાગપુરના મનિષા હરીશ પ્રજાપતિ ઉર્ફે સુનીતા નામના ૧૧ વ્યક્તિ વારાફરતી મળ્યા હતા.
ઉપરોક્ત વ્યક્તિઓએ સીમા ઉમેશકુમાર સાથે રૂ।.૧ લાખ લઈ લગ્ન કરાવી આપવાની વાત કરાવ્યા પછી જુદા જુદા ખર્ચ કરાવ્યા હતા. તે પછી સીમા જામનગર આવી હતી અને જયેન્દ્રભાઈ સાથે રહી હતી. તે દરમિયાન આ યુવતીએ રૂ।.ર લાખ રોકડા, રૂ।.દોઢ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવા ઉપરાંત એક મોબાઈલ, સોનાની બે બુટી વગેરે મેળવી લઈ મુંબઈ મુકવા આવવાનું કહેતા ગયા સપ્તાહે જયેન્દ્ર તેને મુકવા મુંબઈ ગયો હતો. જ્યાં આ યુવતીએ જયેન્દ્રનું ગળુ પકડી માથું દીવાલમાં અથડાવવા ઉપરાંત છરી બતાવી મારી નાખવાની ધમકી આપતા ડરી ગયેલો જયેન્દ્ર ત્યાંથી છટકીને રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં તેણે સારવાર મેળવ્યા પછી પોતાની સાથે ઉપરોક્ત વ્યક્તિઓએ લગ્નના નામે છેતરપિંડી કર્યાની અરજી પોલીસમાં કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial