Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાનકપુરી પાસેથી ચપલા સાથે એક ઝબ્બેઃ
જામનગર તા. ૩: જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી પ્રણામી સ્કૂલ પાસેથી પસાર થતાં એક શખ્સને રોકી પોલીસે ચેક કરતા ઈંગ્લીશ દારૂના નવ ચપલા મળી આવ્યા હતા. જ્યારે નાનકપુરી પાસેથી પકડાયેલા એક શખ્સ પાસેથી ચપલુ પોલીસે કબજે કર્યું છે.
જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી પ્રણામી સ્કૂલ પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં જીજે-૧૦-સીઆર ૪૭૨૩ નંબરના મોટરસાયકલને પેટ્રોલિંગમાં રહેલા સિટી સી ડિવિઝનના સ્ટાફે શકના આધારે રોકાવી તેના ચાલક શંકરટેકરીવાળા કિશોરભાઈ મુળજીભાઈ દામાની તલાશી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૂના નવ ચપલા મળી આવ્યા હતા. પોલીસે દારૂના ચપલા, રૂ।.૨૦ હજારનંુ મોટરસાયકલ કબજે કરી કિશોરભાઈ દામાની ધરપકડ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર નાનકપુરી પાસેથી ગઈકાલે પસાર થતાં કિશાનચોકમાં રહેતા કેતન રાજેભાઈ કનખરા ઉર્ફે ભીખા નામના શખ્સને પોલીસે ઈંગ્લીશ દારૂના એક ચપલા સાથે પકડી પાડયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial