Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મેગા ડિમોલિશન શરૃઃ ૭૦૦થી વધુ દબાણો પર ફરતું બુલડોઝર

પાકા દબાણો સામે આંખ આડા કાનઃ ગરીબોના આશરા છીનવાય છેઃ જનાક્રોશ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૮: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન શરૂ થયું છે, અને પોલીસ કાફલા સાથે ૭૦૦ થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગે વિવિધ પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.

આજે વહેલી સવારથી ગાંધીનગર ગુજરાતની રાજધાનીમાં જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ૦૦ થી વધુના પોલીસ કાફલાના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જુના રહેણાંક દબાણો પર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી નદીના કાંઠે આવેલા જીઈબી, પેથાપુર અને ચરેડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના ૭૦૦ થી વધુ કાચા-પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

જો કે, તંત્રની આ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નાગરિકોામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, પ્લાન્ડ સિટી ગાંધીનગરને 'અન-પ્લાન્ડ' બનાવનાર મોટા કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આંખ આડા કાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરા છીનવી રહ્યું છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી, તેમ જણાવાઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ ગુજરાતના જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓમાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે, રાજ્યમાં સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત્ રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, માત્ર ગેરકાયદેસર અને સરકારી જમીન પરના દબાણોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh