Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહીત બે રાશિના જાતકોને આવનારું સપ્તાહ ખર્ચાળ રહે, આર્થિક પરિસ્થિતિ સુધરે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે શુભ પરિણામ લાવતું જણાય. વ્યાપર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્ય બન્નેનો સાથ મળતા આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ જણાય છે. સ્વાસ્થ્ય એકંદરે સારૂ રહેવા પામે. યાત્રા-પ્રવાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્ય જીવનમાં મધૂરતા જળવાઈ રહે. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે નસીબનો સાથ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને મહેનત કરતા વધારે ફળ મળતું જણાય. વેપાર-ધંધામાં અણધારી તેજી જોવા મળે. નાણાકીય આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેરજીવન ક્ષેત્રેના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે નાની-નાની બાબતોમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. ૯ થી ૧ર શુભ. તા. ૧૩ થી ૧પ વિવાદ ટાળવા.
Gemini (મિથુન: ક-છ-ધ)
તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યો લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યોમાં નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવીની સલાહ લેવી હિતાવહ બની રહે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે. જુના રોગ-તકલીફમાંથી મુક્તિ મળતા રાહત અનુભવો. જાહેરજીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગને મહેનત પ્રમાણે સફળતા મળે. તા. ૯ થી ૧ર શાંતિપૂર્વક વ્યવહાર કરવો. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સુધરે.
Cancer (કર્ક: ડ-હ)
આપના માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ મેળવી શકશો. ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપજો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહે. નાણાકીય સ્થિતિ સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. નાની-મોટી યાત્રા-પ્રવાસ સફળ થાય. તા. ૯ થી ૧૩ કાર્યશીલ. તા. ૧૪ થી ૧પ સાનુકૂળ.
Leo (સિંહ: મ-ટ)
તમારા માટે ઉત્સવાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં એક નવો ઉમંગ તથા ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરતા જણાવ, જેનું શુભ પરિણામ પણ આપને પ્રાપ્ત થતું જણાશે. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. ખાન-પાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. તા. ૯ થી ૧ર શુભ ફળદાયી. તા. ૧૩ થી ૧પ મિશ્ર.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારૂ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના નવા સ્ત્રોત ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની પણ પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દુર થશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. નોકરિયાત વર્ગને બદલી-બઢતીની ઈચ્છા ફળીભૂત થાય. વ્યાપાર-ધંધામાં વિકાસ જોવા મળે. તા. ૯ થી ૧ર ધનલાભ. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.
Libra (તુલા: ર-ત)
આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજનાને અમલમાં લાવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો તે દૂર થઈ શકે, અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બને. સ્વાસ્થ્ય બાબતે ઋતુગત રોગોથી પરેશાની રહ્યા કરે. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. વ્યર્થ વિવાદમાં પડવું નહીં. તા. ૯ થી ૧ર સફળતાદાયક. તા. ૧૩ થી ૧પ સાનુકૂળ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની કોઈ નવી કે મહત્ત્વની વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની મહેનત-બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહે. તા. ૯ થી ૧ર સારી. તા. ૧૩ થી ૧પ મિલન-મુલાકાત.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના અંગત સંબંધોમાં નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ લઈ શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં મહેનત વધારવી પડે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. માન-સન્માન વધે. તા. ૯ થી ૧ર લાભદાયી. તા. ૧૩ થી ૧પ વાદ-વિવાદ ટાળવા.
Capricorn (મકર: ખ-જ)
આપના માટે પ્રવાસ-પર્યટન કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયગાળા દરમિયાન યાત્રા-પ્રવાસ માટે અનુકૂળતા રહે. કામનું ભારણ ઘટતા રાહત અનુભવશો. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો દૂર થાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે સ્થિતિ એકંદરે સામાન્ય રહે, જ્યારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવા જેવી ખરી. આવકની સાથે ખર્ચનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે. બિનજરૂરી વસ્તુઓ પાછળ નાણાનો ખર્ચ થતો જણાય. તા. ૯ થી ૧ર મુસાફરી. તા. ૧૩ થી ૧પ મધ્યમ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
તમારા માટે ખર્ચાળ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. આવકના સાધનો મર્યાદિત થતા જણાય. વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબુ આર્થિક સાહસ ટાળવું યોગ્ય રહે. ઘર-પરિવાર બાબતે ભાઈ-ભાંડુનો સાથ સહકાર પ્રાપ્ત થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે હળવા-મળવાનું થઈ શકે. સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મુશ્કેલીઓ જણાય. પ્રવાસ-મુસાફરી આનંદદાયી રહે. તા. ૯ થી ૧૧ કૌટુંબિક કાર્ય થાય. તા. ૧ર થી ૧પ ખર્ચ-ખરીદી.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના માટે ભાવનાત્મક સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન ગૃહસ્થજીવનનું વાતાવરણ સુખદ રહે. પારિવારિક સદસ્યો સાથે સમય સુખરૂપ પસાર થાય. લાગણીઓના પૂરમાં તણાતા જણાવ. ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવા કાર્યની શરૂઆત થઈ શકે, જો કે ધાર્યા લાભ માટે હજુ રાહ જોવી પડે. આરોગ્ય બાબતે બેદરકારી દાખવી નુક્સાનકારક સાબિત થાય. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. જમીન-મકાન, મિલકત અંગેના પ્રશ્નો હલ થઈ શકે. તા. ૯ થી ૧ર આનંદદાયી. તા. ૧૩ થી ૧પ સ્વાસ્થ્ય સાચવવું.