Advertisement
Author: નોબત સમાચાર

ઐતિહાસિક જામનગરમાં ભગ્નતાથી ભવ્યતાનું ગગનચુંબી ઉદાહરણ એટલે ભૂજીયો કોઠો

વર્ષ-૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયાના અઢી દાયકા પછી પુનરૂત્થાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જાન્યુઆરી ૨૦૦૧ના ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપે ચોતરફી વિનાશ વેર્યો હતો. કરૂણાંતિકાઓ આલેખવા બેસીએ તો અનેક પુસ્તકો લખાઈ શકે પરંતુ કુદરતની થપાટને પડકાર ગણી ફરી આગળ વધવાની સાહસવૃત્તિને કારણે જ માનવ સભ્યતા અનેક પ્રલયો પછી પણ લુપ્ત થઈ નથી. જામનગરમાં તળાવની પાળ પર આવેલ ભૂજીયો કોઠો પણ ભૂકંપમાં ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો. ઉપરના મજલાઓ તૂટી પડયા હતાં. જે પછી લગભગ બે દાયકા સુધી ઉપેક્ષિત રહેલ આ ઈમારત ખંડેર સમાન બની ગઈ હતી, પરંતુ જામનગર મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૦માં તેના રેસ્ટોનેશનનો પ્રોજેકટ હાથ ધરવામાં આવતા આ રજવાડી સ્થાપત્યએ ફરી ભવ્યતા પ્રાપ્ત કરવા ઉપરાંત ગત વર્ષે ૨૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પણ થતાં ભૂજીયા કોઠાએ ઐતિહાસિક રીતે પણ તેનું ગુમાવેલું કદ પુનઃ પ્રાપ્ત કર્યું છે એમ કહી શકાય.

જામ રણમલજી બીજાનાં શાસનકાળમાં ઈ.સ. ૧૮૨૬થી ૧૮૩૯ દરમ્યાન ૧૩ વર્ષની મહેનત અને તત્કાલીન ચલણ ૪ લાખ ૨૫ કોરીના ખર્ચથી તૈયાર થયેલ ભૂજીયો કોઠો ઈ.સ.૨૦૨૦ થી ૨૦૨૫ દરમ્યાન પાંચ વર્ષના પરિશ્રમ અને રૂ।. ૨૪.૩૪ કરોડના ખર્ચે રેસ્ટોરેશન પામ્યો છે. જે આપત્તિઓ સામે માનવીના સંકલ્પના અડીખમ હોવાના ગૌરવના પ્રતીક સમાન છે. જામનગરના તમામ રાજકીય અગ્રણીઓના પ્રયાસથી તેમજ જામનગર મહાનગર પાલિકાના કમિશનર તથા અન્ય અધિકારીઓની અથાગ મહેનતના અંતે આખરે ભૂજીયો કોઠો પુનરૂત્થાન પામ્યો છે, અને ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લો મુકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh