Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઐતિહાસિક નવાનગર-જામનગરની આગવી ઓળખ સમાન
જામનગર તા. ર૬: ઐતિહાસિક નવાનગર-જામનગરની ઓળખ સમાન રણમલ તળાવ તેની મધ્યે આવેલ લાખોટા કોઠાને કારણે આગવું સૌંદર્ય ધરાવે છે. લાખોટા કોઠાનું નિર્માણ કાર્ય પણ જામ રણજી બીજાના શાસન કાળમાં ભૂજિયા કોઠાની સાથસાથ જ થયું હતું.
ઈ.સ. ૧૮૩૯ માં તૈયાર થયેલ લાખોટા કોઠાનો ઉનાળામાં જલ મહેલ જેમ તથા યુદ્ધની સ્થિતિમાં જળ કિલ્લા જેમ બેવડો ઉપયોગ હોવાની માન્યતા છે. ર૦૦૧ ના ભૂકંપમાં આ લાખોટો કોઠો પણ ક્ષતિગ્રસ્ત થયો હતો, જો કે તળાવમાં વચોવચ્ચ હોવાથી ભૂકંપની તીવ્ર અસરથી આ ઈમારત સલામત રહી હતી, પરંતુ દોઢસો વર્ષથી વધુ સમય વીતી જવાને કારણે ઈમારતને નુક્સાન તો થયું હતું. આખરે નિર્માણ થયાના પોણાબસો વર્ષ પછી અને વિનાશક ભૂકંપના ૧૪ વર્ષ પછી ઈ.સ. ર૦૧પ માં લાખોટા કોઠાનું રેસ્ટોરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ૧૯ કરોડના ખર્ચે તથા ૩ વર્ષના પરિશ્રમ પછી છાખોટો કોઠો ર૦૧૮ મા ફરી પુનુરત્થાન પામ્યો હતો.
કોઠાની અંદર પુરાતત્ત્વ વિભાગ સંચાલિત મ્યુઝિયમ પણ આકર્ષણનું કેન્દ્ર છે. ઈતિહાસ સાચવીને બેઠેલો ઐતિહાસિક લાખોટો કોઠો કાળની થપાટી અને ભૂકંપ જેવી આપદાઓ સામે માનવીની ઈચ્છશક્તિના વિજયઘોષના શિલાલેખ સમાન છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવામાં આવી રહ્યો છે જેનું રેસ્ટોરન્ટ કાર્ય પૂર્ણ કરી લેવાયા પછી જાળવણી પણ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial