Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂકંપ-૨૦૦૧ની તબાહીની બિહામણી યાદો તાજી થઈઃ ધંધા-રોજગાર ઠપ્પ
જામનગર તા. ૨૬: ગત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના આવેલા વિનાશક ભૂકંપમાં જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં વ્યાપક અસર જોવા મળી હતી, જેમાં ખાસ કરીને બાલંભા ગામમાં ભૂકંપે ભારે તારાજી સર્જી હતી, અને મોટાભાગના રહેણાક મકાનો, દુકાનો, સરકારી ઇમારત વગેરેને ભારે ક્ષતિ પહોંચી હતી, ઉપરાંત ૧૮ વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તો અનેક વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. જેની યાદ ૨૫ વર્ષે પણ હજુ અનેક બુઝુર્ગ લોકો ને તાજી થઈ રહી છે.
હાલની પરિસ્થિતિનો કયાસ કાઢીએ તો ભૂકંપે માત્ર જાનમાલ અને મકાનનું નુકસાન નથી કર્યું, પરંતુ, આ આખા વિસ્તારને જાણે તબાહ કરી નાખ્યો હતો, અને ભૂકંપની સૌથી વધુ અસર બાલંભા ગામમાં જોવા મળી હતી. ભૂકંપ પહેલા બાલંભા ગામની આશરે ૧૨,૦૦૦ જેવી વસ્તી હતી, જે આજે માત્ર ૩,૨૦૦ જેટલી થઈને ગઈ છે. મોટાભાગના લોકો ભૂકંપ અને ત્યાર પછી આવતા આફ્ટરશોકથી ડરી, થાકી, કંટાળીને બીજા શહેરમાં હિજરત કરી ગયા છે. મોટાભાગના વ્યવસાય-ધંધા રોજગાર પણ તેને કારણે ઠપ્પ થઈ ગયા છે. સાથો સાથ અહીં ગામના ત્રણ હિસ્સા પડી ગયા છે, જેમાં એક શાંતિનગર તરીકે અલગ વિસ્તાર સ્થાપિત થઈ ગયો છે, અને અલગ ગામ બન્યું છે. ઉપરાંત દલવાડી સમાજ કે જેઓ એ પણ અલગ વિસ્તાર બનાવી લીધો અને તેનો પણ ત્રીજો ભાગ પડી જતાં બાલંભા હાલ ત્રણ ભાગમાં વહેંચાઈ ગયું છે, અને મુખ્ય જૂના ગામમાં માત્ર ૩,૨૦૦ ની વસ્તી રહી છે. જેમાં મોટાભાગે ખેડૂત પરિવારો છે, તેમજ તેઓ પોતે વયસ્ક અવસ્થામાં છે, અને ખેતીવાડી સંભાળે છે. જેઓ ગોધરાના શ્રમિકોની મદદ લઈને ખેતી કામ સંભાળી રહૃાા છે.
જ્યારે કેટલાક કડિયા જ્ઞાતિના પરિવારના મકાનો છે, અને તેમાં પણ વયસ્કો જ રહે છે. અને તેમના અન્ય પરિવારજનો કામકાજ અર્થે અન્ય શહેરોમાં કામકાજ સંભાળી રહૃાા છે. હાલ જોડીયા ના બાલંભા ગામમાં વિનાશક ભૂકંપના કારણે જેતે વખતે ૧૮ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, ઉપરાંત અનેક વ્યક્તિઓ ઘાયલ પણ થઈ હતી, અને કેટલાકને ખોડખાપણ રહી ગઈ છે, તો સારવાર દરમિયાન પણ જીવ ગુમાવ્યા છે.
ભૂકંપ સિવાય પણ અન્ય કુદરતી આફતો બાલંભા ના ગ્રામજનોએ ભોગવી છે.જોડીયામાં સરકારી દવાખાનુ, સ્કૂલ, અન્ય સરકારી કચેરી, બેંક વગેરે પણ ભૂકંપમાં જમીનદોસ્ત થઈ ગયા હતા. જોકે હાલ ગામની બહારના ભાગમાં નવા સરકારી ઇમારતો તૈયાર કરીને ત્યાં સરકારી કામકાજ ચાલી રહૃાું છે. જૂની શાળા ભૂકંપમાં જમીન દોસ્ત થઈ ગયા બાદ નવી શાળા કાર્યરત કરી લેવામાં આવી છે. કેટલાક વયસ્ક નાગરિકો, કે જેઓ હજુ ભૂકંપની યાતનાઓ ભૂલ્યા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial