Advertisement
Author: નોબત સમાચાર

'પાવર ઓફ એટર્ની'નો દુરૂપયોગ કરીને સગા ભાઈએ પોતાના દીકરાઓના નામે "બક્ષીસ" કર્યા વાડીનારના પ્લોટ્સ

જામનગરમાં રહેતી બહેને ભાઈ સામે ખંભાળીયાની કોર્ટમાં કર્યો દાવો...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: સગા ભાઈએ પ્લોટના પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરીને બહેનના પ્લોટ બારોબાર પોતાના પુત્રોને બક્ષીસ કરી આપ્યા અંગેનો ખંભાળીયા કોર્ટમાં દાવો દાખલ થતા ચકચાર જાગી છે.

જામનગરના રહેવાસી નિર્મળાબેન ઉર્ફે નીલાબેન વ્રજલાલ પાલાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામે કિંમતી જમીનના પ્લોટો સગા ભાઈએ વિશ્વાસઘાત કરી પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરી તેમના બંને દીકરાના નામે કરી લીધાનો દાવો સગી બહેને તેમના ભાઈ સોની હરિલાલ રણછોડદાસ નાંઢા (હરીભાઈ જવેલર્સ-પડાણાવાળા,રહે. જામનગર) સામે કરેલ છે.

કેસની વિગત એવી છે કે નિર્મળાબેન ઉર્ફે નીલાબેન વ્રજલાલ પાલાએ તેણીની માલિકીના પ્લોટો વેચાણ કરવા માટે વાડીનાર ગામ રેવન્યુ સર્વે નંબર ૨૦૦ વાળી જમીન બિનખેતી કરી તેના પ્લોટો પાડવામાં આવ્યા હતા. આ પ્લોટોનો વહીવટ અને વેચાણ માટે ફરિયાદી બહેને તેમના ભાઈ સોની હરિલાલ રણછોડદાસ નાંઢા જોગ વર્ષ ૨૦૦૮માં પાવર ઓફ એટર્ની કરી આપી હતી. આ પાવર ઓફ એટર્ની માત્ર પ્લોટોના વેચાણ માટે જ આપવામાં આવી હતી. પરંતુ આ પ્લોટો છેલ્લા ૧૦ વર્ષથી વેચાયા નથી તેમ કહી હરિભાઈ છેતરપીંડી આચરતા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે વર્ષ ૨૦૧૫માં જ પ્લોટ નં ૨ થી ૧૧, ૨૧, ૨૨, ૨૩, ૨૯ અને ૩૦ના બક્ષીસ દસ્તાવેજો સોની હરિલાલ નાંઢાએ પોતાની સત્તાનો દુરૂપયોગ કરી, માલિકની જાણ બહાર અને કોઈ પણ અવેજ લીધા વિના, આ પ્લોટ પોતાના જ પુત્રો સુમિત હરિલાલ નાંઢા અને અમિત હરિલાલ નાંઢાના નામે બક્ષીસ દસ્તાવેજથી ટ્રાન્સફર કરી દીધા હતા.

આ પ્લોટોના બક્ષીસ દસ્તાવેજો રદ કરાવવા અને મિલકત પર મનાઈ હુકમ મેળવવા ખંભાળીયાના પ્રિન્સીપાલ સિનિયર સિવીલ જજની કોર્ટમાં વિ.વ. ગીરધર વાઘેલા તથા વિ.વ. દિલીપભાઈ દાવડા મારફત સ્પેશિયલ સિવિલ સૂટ નંબર ૦૭/૨૦૨૫ની દાવો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર જનતાને આ પ્લોટો બાબતે કોઈપણ વ્યવહાર કરવા અંગે સાવધાની રહે. તે હેતુ આ મિલકત બાબતે સબ રજિસ્ટ્રાર ખંભાળીયાની કચેરીમાં લિસ્પેન્ડન્સની નોટિસ રજિસ્ટ્રેશન કરાવેલ છે.

અગાઉ પણ સોની હરિલાલ રણછોડદાસ નાંઢા વર્ષ ૨૦૦૫ થી ૨૦૦૮ દરમ્યાન પોતાના સગા મોટાભાઈ સાથે દગો કરવા તથા મિલકત બાબતના ઝઘડામાં બહુચર્ચિત 'ટોક ઓફ ધ ટાઉન' રહ્યા હતા અને હવે સગી બહેનના કિંમતી પ્લોટોના બક્ષીસ દસ્તાવેજો કરવાના કૃત્યો સામેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh