Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૨૯-૦૧-૨૦૨૬ ના રોજ સવારે ૧૦ કલાકે....
ભારત અને યુરોપીય યુનિયન (ઈયુ) વચ્ચે ૧૯ વર્ષ બાદ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં બન્ને વચ્ચે દ્વીપક્ષી વેપારમાં જંગી વધારો થવાની અપેક્ષા અને ભારત માટે નિકાસના નવા માર્ગો ખુલવાના પોઝિટીવ પરિબળે સેન્સેક્સ, નિફટી બેઝડ ભારતીય શેરબજારમાં તેજીનો સંચાર થયા બાદ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. ઈરાન યુદ્વના સંજોગોમાં વિશ્વબજારમાં ક્રુડ ઓઈલના ભાવો ફરી ભડકે બળવાની શકયતા અને ફુગાવો-મોંઘવારી અનેક દેશોના અર્થતંત્રને પાયમાલ કરી મૂકે એવી સ્થિતિ સર્જાવાના જોખમે ફંડો દ્વારા શેરોમાં દરેક લેવલે વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૪%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૦૧% ઘટીને અને નેસ્ડેક ૦.૧૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૨ અને વધનારની સંખ્યા ૧૫૬૮ રહી હતી, ૧૭૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કોમોડીટી, એનર્જી, ઇન્ડસ્ટ્રીયલ્સ, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટી, કેપિટલ ગુડ્સ, પીએસયુ બેન્ક, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને રીયલ્ટી સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૬૯,૮૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૮૦,૫૦૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૬૯,૮૮૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪,૨૮૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૮૦,૩૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૩,૯૯,૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૪,૦૭,૪૫૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૩,૯૫,૦૦૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૯,૬૨૪ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૪,૦૪,૯૭૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
લોઢા ડેવલોપર્સ (૯૦૯) : રેસિડેન્શિયલ, કોમર્શીયલ પ્રોજેક્ટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૮૯૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૮૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૯૩૩ થી રૂ।.૯૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૯૪૯ ઉપર તેજી તરફી ધ્યાન...!!
સન ફાર્મા (૧૫૯૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૫૮૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૫૭૮ ના સપોર્ટથી આ સ્ટોક ૧૬૦૯ થી રૂ।.૧૬૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
જીન્દાલ સ્ટીલ (૧૧૨૪) : રૂ।.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ।.૧૦૯૭ બીજા આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૧૧૩૨ થી રૂ।.૧૧૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૮૯૩) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૯૦૩ થી રૂ।.૯૧૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૮૮૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતમાં કૃષિ, ઊર્જા, શિક્ષણ, ઉત્પાદન અને આરોગ્યસંભાળ જેવા મુખ્ય ક્ષેત્રોમાં એઆઈ દ્વારા થનારો મોટો મૂલ્યવધારો ભારતીય શેરબજાર માટે લાંબા ગાળે મજબૂત પોઝિટિવ સંકેત આપે છે. ૨૦૩૫ સુધીમાં ૫૫૦ અબજ ડોલર જેટલો મૂલ્ય ઉમેરો થવાની ધારણા એ વાત તરફ ઈશારો કરે છે કે ટેક્નોલોજી આધારિત કંપનીઓ, એગ્રી-ટેક, હેલ્થટેક, એડટેક, ગ્રીન એનર્જી અને ડેટા એનાલિટિક્સ સાથે જોડાયેલી ફર્મોમાં આવનારા વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે, જેનાથી મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં નવી તક સર્જાઈ શકે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા નિફ્ટી અને સેન્સેક્સની લાંબા ગાળાની દિશા તેજીની તરફેણમાં રહેવાની સંભાવના મજબૂત બ ને છે, જો કે વચ્ચે-વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિને કારણે કરેકશન આવવાની શક્યતા નકારી શકાતી નથી.
બીજી તરફ, એઆઈ ક્ષેત્રે ભારતનું વૈશ્વિક સ્તરે વધતું મહત્વ અને ઈન્વેસ્ટમેન્ટમાં ક્રમશઃ વધારો શેરબજાર માટે સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરું પાડે છે. હાલ અમેરિકા અને સિંગાપુરની તુલનામાં એઆઈમાં ભારતનું રોકાણ જીડીપીના હિસ્સા પ્રમાણે ઓછું હોવા છતાં, આ જ બાબત ભારત માટે મોટું અપસાઇડ દર્શાવે છે. સરકારની ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત નીતિઓ સાથે ખાનગી ક્ષેત્રનું રોકાણ વધશે તો આઈટી, કૅપિટલ ગુડ્સ, પાવર અને મેન્યુફેક્ચરિંગ શેરોમાં નવી તેજી આવવાની સંભાવના છે. ટૂંકા ગાળે બજાર વૈશ્વિક વ્યાજદર, તેલના ભાવ અને જીઓ-પોલિટિકલ ઘટનાઓથી અસ્થિર રહી શકે છે, પરંતુ લાંબા ગાળે ભારતની એઆઈ આધારિત વિકાસ યાત્રા ભારતીય શેરબજારને એક મજબૂત અને ઊભરતા બજાર તરીકે વધુ ઊંચા સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.