Advertisement
Author: નોબત સમાચાર

જોડીયાના ભાદરામાં રાજ્યપાલે સામાન્ય પરિવારને ત્યાં જમીન પર બેસીને લીધુ ભોજન

સામાજિક સમરસતાનું ઉદાહરણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫ઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાદરા ગામે અનુસૂચિત જાતિ પરિવાર સાથે જમીન પર બેસી ભોજન લઈ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૃં પાડ્યું હતું. રાજ્યના સર્વોચ્ચ બંધારણીય પદે હોવા છતાં રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘેર ભોજન લીધુ હતું અને પરિવારના સભ્યની જેમ આત્મીયતાથી ખબર-અંતર પૂછ્યા હતાં. રાજ્યપાલની સહજતા જોઈ ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાતે પહોંચેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માત્ર વહીવટી પ્રક્રિયાઓ જ નહીં, પરંતુ માનવીય સંબંધો અને સામાજિક એકતાની સુવાસ ફેલાવી હતી. તેમણે ગામના એક સામાન્ય અનુસૂચિત જાતિના પરિવારના ઘરે મુલાકાત લઈ, તેમની સાથે જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરી એક પ્રેરક દૃષ્ટાંત પૂરૃં પાડ્યું હતું.

ઉચ્ચ બંધારણીય પદની ગરિમા જાળવી રાખવાની સાથે સાથે રાજ્યપાલે પોતાની આગવી સાદગીનો પરિચય આપ્યો હતો. તેઓ ભાદરા ગામના અનિલભાઈ જીવરાજભાઈ પરમારના નિવાસસ્થાને પધાર્યા હતા. ત્યાં તેમણે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર, પરિવારના એક સભ્યની જેમ જમીન પર બેસીને તેમની સાથે ભોજન લીધુ હતું.

આ દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે સહજ સંવાદ સાધીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો હતો. રાજ્યપાલના આ સાદગીપૂર્ણ અભિગમથી ગદગદ થયેલા અનિલભાઈ પરમારે હર્ષ સાથે જણાવ્યું હતું કે, ''અમે સપનામાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા જેવા સામાન્ય પરિવારના ઘરે પધારશે. તેમણે અત્યંત પ્રેમથી અમારા ઘરે બનાવેલું મેથી-બટાટાનું શાક, રોટલી અને દાળ જેવું સાદું ભોજન લીધુ હતું. આ અમારા જીવનની સૌથી મોટી અને અવિસ્મરણીય પળ છે.''

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh