Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેડ પરેડનો ભવ્ય નજારો

અત્યાધુનિક ટેલિસ્કોપથી નગરજનોએ નિહાળ્યો નભનો નજારો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના પ્રદર્શન મેદાનમાં શનિવારે ૨૮ ફેબ્રુઆરીના વિજ્ઞાન દિવસે પ્લેનેટ પરેડ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અનેક ખગોળ પ્રેમીઓએ પ્લેનેટ પરેડ, સૂર્ય-ચંદ્રનું અત્યાધુનિક ટેલિસ્કોપના માધ્યમથી પ્રત્યક્ષ નિદર્શન કર્યુ હતું.

જામનગરના પ્રદર્શન મેદાનમાં શનિવાર તારીખ ૨૮ ફેબ્રુઆરીને વિજ્ઞાન દિવસે ખગોળપ્રેમીઓ માટેનો પ્લેનેટ પરેડ નિદર્શન નો કાર્યક્રમ જુદી જુદી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેનો અનેક ખગોળ પ્રેમીઓએ લાભ લીધો હતો, અને અત્યાધુનિક ૫, ટેલિસ્કોપના માધ્યમથી જુદા જુદા ગ્રહો, ચંદ્ર સૂર્ય વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથો સાથ માઇક પર તમામ અવકાશી ગતિ વિધિઓની માહિતી અપાઈ હતી.

ગત શનિવાર તા. ૨૮ ફેબ્રુઆરીના સાંજના  પ્રદર્શન મેદાનમાં પ્લેનેટ પરેડ નિદર્શનનો સાંજે ૬.૦૦ થી ૮.૩૦ કલાક સુધી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખગોળ મંડળ જામનગર, રંગતાલી ગૃપ તથા ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જૂદા જૂદા ૫, ટેલિસ્કોપ દ્વારા આ અવકાશી નજારો નિહાળવા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સૌ પ્રથમ સૂર્યાસ્ત પહેલાં ટેલિસ્કોપ ઉપર ફિલ્ટર લગાવી સૂર્ય તથા તેમાં રહેલ એક માત્ર સૂર્યકલંક બતાવવામાં આવ્યું હતું, ત્યારબાદ ચંદ્ર તથા તેના ઉપર રહેલ ક્રેટરસ સાથે ગુરૂનો ગ્રહ અને તેના ૪ ચમકતા ચંદ્ર અને ગ્રહ ઉપર રહેલ બેલ્ટને ટેલિસ્કોપ દ્વારા બતાવવામાં આવ્યા હતા.  શુક્ર તથા શનિના ગ્રહો ક્ષિતિજ પર નીચા હોય તેને આકાશમાં પ્રત્યક્ષ બતાવવામાં આવ્યા હતા.

એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટર-ધ્રોળના ડો. સંજય પંડ્યા દ્વારા સૂર્યમાળાના ગ્રહોની માહિતી આપવામાં આવી હતી, અને આકાશ રહેલા તારા અને નક્ષત્રોની માહિતી ખગોળ મંડળ જામનગરના કિરીટભાઇ શાહ દ્વારા આપવામાં આવી હતી.

આ પ્લેનેટ નિદર્શન ના કાર્યક્રમમાં શહેર ભાજપના અધ્યક્ષ ડો. બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ઉપરાંત શહેરના અન્ય મહાનુભાવો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, તથા અન્ય બાળકો સહિતના ખગોળ પ્રેમીઓ ઉપસ્થિત રહૃાા હતા, અને પ્લાનેટ પરેડની ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા હતા. આ ઘટના હવે પછી ૨૦૪૦ માં દેખાશે.

 સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા રંગતાલી ગ્રૂપ ના સંજય જાની દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ધ્રોળ એમ.ડી. મહેતા સાયન્સ સેન્ટરના પંકજભાઈ ડાંગર, રવિભાઈ ધ્રાંગધરીયા, સદ્દામભાઈ સહિતની ટીમ ધ્રોળથી ટેલિસ્કોપ લઈને જામનગર આવી પહોંચી હતી, અને તેના દ્વારા નિદર્શન કરાયું હતું. સાથો સાથ જામનગર ખગોળ મંડળના અમિતભાઈ વ્યાસ, કલ્પેશ સુરેલીયા, કપિલ સંઘવી, દિપાલી પંડ્યા, ઉપરાંત અન્ય ખગોળ પ્રેમી કેવલ ચાવડા, જયદીપ ચાવડા વગેરે પણ અન્ય ટેલિસ્કોપ સાથે જોડાયા હતા અને નિદર્શન કરાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh