Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્યના બજેટમાં
જામનગર તા. ૬: કૃષિ, સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રને રાજ્યના અંદાજપત્રમાં પૂરતો ન્યાય અપાયો છે તેમ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.
વિધાનસભામાં અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં ભાગ લેતા માજી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એ જણાવ્યું હતું કે કૃષિ,સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રને અંદાજપત્રમાં પૂરતો ન્યાય અપાયો છે .
ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજપત્ર અંગેની ચર્ચામાં ભાગ લેતા પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે , કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે વર્ષ.૨૦૨૫-૨૬ ની જોગવાઈની સરખામણીએ આશરે ૭ ટકા જેટલો વધારા સાથે કુલ અંદાજે ૨૪૦૨૨ કરોડની જોગવાઈ સુચવવામાં આવી છે. આ વધારો રાજય સરકારની 'સમૃદ્ધ ખેડુત સમૃધ્ધ ગુજરાત' પ્રતિબદ્ધતાનું દૃઢ પ્રતિબિંબ છે. તેમજ પાક ધિરાણ વ્યાજ સહાય યોજનાથી કિસાન ક્રેડીટ કાર્ડના લાભાર્થીઓને રૂ।.૩ લાખ સુધી ૦ ટકા વ્યાજે પાકધિરાણ આપવાની જોગવાઈ સુચવાઈ છે.
ભારતનો કૃષિની વાર્ષિક વૃદ્ધિદર ૫.૭ ટકા છે .જયારે ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિદર ૯.૭ ટકા છે. વિકસીત ગુજરાત ૨૦૪૭ નું લક્ષ્ય ખેડુતની સમૃધ્ધિ ગામડાઓમાં આધુનીક સુવિધાઓ પ્રતિ હેકટર પાક ઉત્પાદનમાં વૃધ્ધિ છે. બિયારણ વિતરણ વ્યવસ્થા માટે ૨૩૩૯૦ વિક્રેતાઓનું માળખુ. ટેકાના ભાવે ૭ લાખ ૭૨ હજાર થી વધુ ખેડુતો પાસે થી રૂ।. ૧૨૩૭૧ કરોડ ના મૂલ્યની ૧૭.૪૧ લાખ મે.ટન મગફળીની ખરીદી , કપાસ માં ટેકાના ભાવ ૧૦ વર્ષ માં બમણા થયા તેમજ મગફળી,તુવેર, ચણાના ભાવ માં દોઢ થી બે ગણો વધારો થયો. કૃષિ યાંત્રીકીકરણ માટે ટ્રેકટર સહાયનું ધોરણ ૪૫ હજાર થી વધારી રૂ।.૧ લાખ કરવામાં આવ્યુ. કૃષિ સહાય પેકેજ, પ્રાકૃતિક ખેતી, વિજ સહાય અને સુક્ષ્મ સહાય, અકસ્માત વિમો પી.એમ.કીસાન સનમાન નિધિ યોજનાઓથી ખેડૂતોને વધુ માં વધુ મદદરૂપ થવા પ્રયત્ન કરેલ છે
ગુજરાત રાજયના જળ સંપત્તિ વિભાગ માટે રજુ થયેલા બજેટ અંગે પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે એ જણાવ્યું હતું કે, પાણી એ જીવનનો, વિકાસનો, ખેતી અને ઉધોગનો આધાર છે. ગુજરાત એક અર્ધ-શુષ્ક પ્રદેશ હોવા છતાં રાજય સરકારે પાણી સંચાલન ક્ષેત્રે દેશને માર્ગદર્શક મોડેલ આપ્યો છે. સરદાર સરોવર યોજના, સુજલામ સુફલામ યોજના, નર્મદા કેનાલ નેટર્વક, કેચ ધ રેઈન યોજના અંતર્ગત ૫૦ લાખ વાધારાની ગ્રાન્ટ દરેક ધારાસભ્ય ને ફાળવી તેમજ માઈક્રો ઈરેગેશન જેવી યોજનાઓ દ્વારા ગુજરાતે પાણીના ઉપયોગમાં ક્રાંતિ લાવી છે આ બજેટમાં જળ સંપતિ વિભાગ માટે રૂ।.૧૩,૯૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.જેમાં ખાસ કરીને નવા ડેમ અને ચેકડેમની રચના, કેનાલ નેટવર્કનું વિસ્તરણ, ભુગર્ભ જળ સ્તર વધારવા માટે રિચાર્જ પ્રોજેકટ, ખેડૂતો માટે માઈક્રો સિંચાઈ યોજનાઓ. આ યોજનાઓ ખેડૂતોને પાણી સુરક્ષા આપશે તેમજ પીવાના પાણીની ગેરેન્ટી આપશે.
તેમજ સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ યોજના, સાબરમતી વિયર-બેરેજ યોજના, ઉતર ગુજરાત નર્મદા જોડાણ પાઈપ લાઈન, સુજલામ સુફલામને રાષ્ટ્રીય માન્યતા, આદિવાસી વિસ્તાર માટે વિશેષ યોજનાઓ દ્વારા સિંચાઈનો વ્યાપ વધારેલ છે.
પશુપાલન વિભાગે ૬.૪૧ ટકાના વધારા સાથે રૂ।.૨૧૩૦ કરોડની જોગાવાઈ કરેલ છે. જેમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, કામધેનુ યુની.યોજનાઓ, ખાણદાણ સહાય યોજના, ફરતા પશુ દવાખાના યોજના, મુખ્ય મંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના, આઈવીએફ ગર્ભધારણ યોજના જેવી યોજનાઓથી પશુ પાલનના વિકાસમાં મદદરૂપ થશે તેમ પણ રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial