Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય મહેસુલ વિભાગના સેટલમેન્ટ કમિશનરે બોલાવેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચાઃ
જામનગર તા. ૧૦ઃ રાજ્ય મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમક્ષા કરાઈ હતી, અને જામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખને જરૃર જણાયે મદદરૃપ થવા સરકાર અને સ્થાનિક તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાની ખાત્રી અપાઈ હતી. બેઠકમાં સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે શાહ દ્વારા ચર્ચા કરાઈ હતી.
રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહે કલેકટર કચેરીના સભાખંડમાં સેનાની ત્રણેય પાંખોના જામનગરના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અગ્રણી અધિકારીઓ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને કોઇ આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવાનો હતો. બી.એ.શાહે બેઠકની શરૃઆતમાં એરફોર્સ, આર્મી અને નેવીના અધિકારીઓને મેડિકલ સહાય, સાધનો તથા માનવબળ સહાય વિગેરે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપેક્ષિત મદદ તથા આકસ્મિક સંજોગોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા સંબંધે વહીવટી તંત્રના ધ્યાને મુકવા અંગેની કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સેનાને કોઈપણ પ્રકારની મદદ કે સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ તત્પરતા દર્શાવી હતી.
આ બેઠકની શરૃઆતમાં ઉપરોકત માહિતી મેળવી ઉપસ્થિત એરફોર્સ, નેવી, આર્મીના પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો.
તે પછી વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી શાહે જિલ્લામાં ઉપલબ્ધ ફાયર ફાઇટર સહિતના સંસાધનો, હોસ્પિટલોમાં દવાઓ, બેડ, સ્ટાફ અને તબીબી સાધનોની પૂરતી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમણે કોઈપણ પરિસ્થિતિમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની તૈયારીઓ, જિલ્લાના માર્ગો પરિવહન માટે ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવા માટેની કામગીરી અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.
વધુમાં, ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ સતત કાર્યરત રહે, જરૃરી વાહનોની વ્યવસ્થા જળવાઈ રહે, દરિયામાં ગયેલા માછીમારોને પરત બોલાવવા અને તેમની યાદી તૈયાર કરવી, ડેમેજ હેલ્પલાઇનને તાત્કાલિક રિપેર કરવી, પાણી પુરવઠો પહોંચાડવો, ફૂડ પેકેટ અને જરૃરી ઇંધણની વ્યવસ્થા તેમજ એમ્બ્યુલન્સની ફાળવણી વગેરે જેવી બાબતો અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવીને શાહે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત અધિકારીઓને જરૃરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે તમામ વિભાગોને કર્મચારીઓની રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ફાળવવા અને જરૃર પડ્યે સેનાને મદદરૃપ થવા માટે સજ્જ રહેવા પણ સૂચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સેટલમેન્ટ કમિશનરને જિલ્લાની વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા અને તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને અત્યંત જાગૃતિ અને તત્પરતા સાથે પોતાની ફરજો નિભાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર બી.એન. ખેર, તેમજ આર્મી, એરફોર્સ, નેવી, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, રિલાયન્સ, નયારા, આઈ.ઓ.સી. સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિતિ રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial