Advertisement
Author: નોબત સમાચાર

વતનમાં જવાનું કહી નીકળેલા શ્રમિકનો મળ્યો મૃતદેહઃ આત્મહત્યા કર્યાનું તારણ

કારખાનામાં યુવકે વખ ઘોળ્યું: છૂટાછેડા પછી યુવાનનો ગળાફાંસોઃ ખાખરડામાં પ્રૌઢની આત્મહત્યાઃ

                                                                                                                                                                                                         

જામનગર તા. ૧: ધ્રોલ નજીક સણોસરા ગામમાં સ્પીનીંગ મીલમાં કામ કરતા એક પરપ્રાંતીય રવિવારે પોતાના વતન જવા માટે બેગ ભરીને નીકળ્યા પછી તેમનો મૃતદેહ મંગળવારે બપોરે મીલની બહારની દીવાલ પાસેથી મળી આવ્યો છે. તેમના માથામાં ઈજા જોવા મળી છે. પત્ની સાથે વતનમાં જવાની બાબતે બોલાચાલી પછી આ યુવાન ઘેરથી નીકળ્યા હોય તેઓએ આત્મહત્યા કર્યાનું તારણ કાઢી પોલીસે તપાસ આદરી છે. જ્યારે નગરમાં એક યુવાને કારખાનામાં વખ ઘોળી લીધુ છે. છૂટાછેડા પછી ગુમસુમ રહેતા ટેભડાના યુવાને ગળાફાંસો ખાઈ લીધો છે અને કલ્યાણપુરના ખાખરડામાં એક પ્રૌઢે ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી છે.

છત્તીસગઢ રાજ્યના સારગઢ જિલ્લાના ભીનોદી ગામના વતની અને હાલમાં ધ્રોલ નજીક સણોસરા ગામમાં બાલકૃષ્ણ સ્પીનીંગ મીલમાં નોકરી કરતા અને કંપનીની કોલોનીમાં વસવાટ કરતા રામશંકર બિસાહુ તાંજય (ઉ.વ.૪૪) નામના શ્રમિકને પોતાના વતનમાં આવાસ યોજનાના સરકારી કામ માટે વતનમાં જવાનું થયું હતું.

તેઓએ કંપનીમાંથી ૧૫ દિવસની રજા મેળવી હતી અને વતનમાં જવાની તૈયારી શરૂ કરી હતી. આ વેળાએ તેમના પત્ની કાજલબેન કે જેઓ પતિ સાથે જ આ મીલમાં જ કામ કરે છે તેઓએ  પણ સાથે આવવાની જીદ્દ કરતા રામશંકરે મને એકલાને પંદર દિવસની રજા મળી છે, હું ત્યાંથી પરત આવું તે પછી ફરીથી બધા સાથે વતનમાં જઈશું તેમ કહેતા પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી.

તે પછી રામશંકર રવિવારે સવારે આઠેક વાગ્યે કપડાની બેગ ભરીને પોતાના ઘરેથી વતનમાં જવા માટે નીકળ્યા હતા અને તે પછી કાજલબેન નિત્યક્રમ મુજબ પોતાની નોકરી પર ગયા હતા. ત્યાર પછી મંગળવારે બપોરે રામશંકર મીલની બહારની દીવાલ પાસે પડેલી હાલતમાં જવા મળતા કોઈએ મીલના સંચાલકોને જાણ કરી હતી અને ત્યાં દોડી ગયેલા સંચાલકોએ કાજલબેનને બોલાવીને બતાવતા તેઓએ આ વ્યક્તિ પોતાના પતિ રામશંકર હોવાનું ઓળખી બતાવ્યું હતું. માથામાં ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ થયેલુ હતું. પોલીસને જાણ કરવામાં આવતા ધ્રોલ પોલીસે કાજલબેનનું નિવેદન નોંધી હાલમાં આ યુવાને આત્મ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કાઢયું છે અને આગળની કાર્યવાહી કરી છે.

જામનગરના નાગનાથ નાકા નજીક હાજીપીરવાળી શેરીમાં રહેતા યશ હિતેશભાઈ મારૂ (ઉ.વ.ર૪) નામના યુવાન શંકરટેકરી ઉદ્યોગ નગરમાં એક કારખાનામાં કામ કરતા હતા. આ યુવાને ગઈકાલે બપોરે કોઈ કારણથી કારખાનામાં ઝેરી દવા પી લીધી હતી. તેઓનું દવાની તાત્કાલિક અસરથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા હિતેશભાઈ મનસુખલાલ મારૂ એ પોલીસને જાણ કરી છે.

લાલપુર તાલુકાના ટેભડા ગામમાં વસવાટ કરતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનસુખભાઈ ઉકાભાઈ બાટા (ઉ.વ.ર૮) નામના યુવાનના ચારેક વર્ષ પહેલાં લગ્ન થયા પછી એકાદ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા ત્યારથી ગુમસુમ રહેતા આ યુવાને ગઈકાલે સવારે ટેભડા ગામની સીમમાં વિન્ડવર્લ્ડ કંપનીની પવનચક્કીના ૪૧૨ નંબરના લોકેશન પર જઈ ત્યાં આવેલા ટ્રાન્સફોર્મરના એંગલ માં દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા ઉકાભાઈ ડાયાભાઈ બાટાએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં રહેતા ગજુભા ભીમસિંહ જાડેજા (ઉ.વ.પ૭) નામના પ્રૌઢ છેલ્લા ત્રણેક દાયકાથી માનસિક બીમારીથી પીડાતા હતા. સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી આ પ્રૌઢે મંગળવારે રાત્રે પોતાના મકાનમાં દોરડા વડે ગળાટૂંપો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના નાનાભાઈ પ્રવીણસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh