Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખાના અગ્રણી જય મોહનભાઈ બારાઈએ
ઓખા તા. ૩૦: દુબઈમાં યોજાઈ લોહાણા મહાજનની ત્રીજી આંતરરાષ્ટ્રીય સમિટમાં ઓખા પંથકના યુવા અગ્રણી જય મોહનભાઈ બારાઈએપણ સમિટમાં ભાગ લીધો હતો અને ઉપયોગી સૂચનો કર્યા હતાં.
તાજેતરમાં દુબઇમાં લોહાણા સમાજનાં યુવા એન્ટરપ્રેન્યોર માટે અને સમાજની નવી પેઢીને વિકાસનાં પંથે લઇ જવાનાં હેતુથી જીસીસી કોલિંગ ૨૦૨૫ નામથી લોહાણા મહાજનની ત્રીજી આંતરરાષ્ટ્રીય સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ઓખા લોહાણા મહાજનના પ્રમુખ મોહનભાઇ બારાઇનાં પુત્ર જય બારાઇએ પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં દુબઇનાં શેખ અને મિનિસ્ટર ઉપરાંત મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અભિનેત્રી અમૃતા ફડણવીસ પણ અતિથિ થયા હતાં. ઉલ્લેખનીય છે કે આ લોહાણા સમાજની સૌપ્રથમ સમિટ યુગાન્ડામાં યોજાઇ હતી એ પછી ગાંધીનગરમાં આયોજન થયુ હતુ અને ત્રીજી સમિટ દુબઇમાં ભવ્યતાથી યોજાઇ હતી.
કાર્યક્રમમાં બિઝનેસ ક્ષેત્રે દુબઇ અને મિડલ ઈસ્ટમાં રહેલ તકોને ઉજાગર કરવાની સાથે જ ભારતમાં તથા વિશ્વભરમાં લોહાણા સમાજનાં યુવા ધનને સફળતનાં પંથે લઇ જવાનાં લક્ષ્યને સાધવા સંયુક્ત પ્રયાસોનો સંકલ્પ થયો હતો.
આ કાર્યક્રમમાં ઓખા પંથકનાં યુવા રઘુવંશી અગ્રણી જય મોહનભાઇ બારાઇએ પણ ભાગ લીધો હતો અને પોતાનાં ઉપયોગી સૂચનો તથા મંતવ્યો રજૂ કરી સમાજની પ્રગતિનાં યજ્ઞમાં નિષ્ઠાવાન આહુતિ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial