Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજચોરીના આક્ષેપનો છ ગણો દંડ ભરવા હુકમઃ
જામનગર તા. ૨૨: ખંભાળિયાના હરીપર તેમજ સલાયા ગામ ઉપરાંત ખંભાળિયા શહેરમાં કરાયેલા વીજ ચેકીંગમાં એક મહિલા સહિત ત્રણ સામે વીજચોરીનો આક્ષેપ કરાયો હતો. તે ત્રણેય કેસ ચાલી જતા અદાલતે ત્રણેય આરોપીને ત્રણ-ત્રણ વર્ષની કેદ અને વીજચોરીની રકમનો છ ગણો દંડ ભરવા આદેશ કર્યાે છે.
ખંભાળિયા તાલુકાના હરીપર ગામમાં રહેતા પ્રદીપ દેવશીભાઈ કરમુર નામના આસામીના મકાનમાં ગઈ તા.૧૯-૧૦-ર૩ના દિને કરાયેલા વીજ ચેકીંગ પછી આ આસામીએ રૂ।.૨, ૨૦,૨૭૬ની વીજચોરી કર્યાનો આક્ષેપ મૂકાયો હતો. તે કેસ ચાલી જતાં ખંભાળિયા સ્થિત ખાસ વીજ અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદ અને છ ગણો દંડ ફટકાર્યાે છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં અમીનાબેન અબ્બાસ ભાયાના મકાનમાં પણ ગઈ તા.૭-૧૧-ર૪ના દિને વીજ ચેકીંગ કરાયા પછી રૂ।.૭૮,૭૩૫ની વીજચોરી કરાયાની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં પણ અદાલતે આરોપી મહિલા અમીનાબેનને ત્રણ વર્ષની કેદ તથા છ ગણો દંડ ભરવા હુકમ કર્યાે છે.
ખંભાળિયા શહેરમાં વાલ્મિકીવાસ નજીક ગુર્જર સુથારની વાડી પાસે રમેશ ડાયાભાઈ વાઘેલા નામના આસામીના મકાનમાં ગઈ તા.૧૦-૩-રરના દિને કરાયેલા ચેકીંગ પછી રૂ।.૧૩,૭૦૫ની વીજચોરીનો કેસ કરાયો હતો. તે કેસમાં ખાસ વીજ અદાલતે આરોપીને ત્રણ વર્ષની કેદ અને છ ગણો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial