Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લંગર નાખી કરાતી રૂ।.૭,૭૬,૬૦૩ની વીજચોરી મળી આવીઃ
જામનગર તા. ૨૩: જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા કેટલાક વ્યક્તિઓના મકાનમાં પોલીસે વીજ કંપનીની ટૂકડીને સાથે રાખી કરાવેલી વીજ ચકાસણીમાં રૂ।.સાડા સાત લાખની વીજચોરી ઝડપાઈ ગઈ છે. આઠ વ્યક્તિને વીજ કંપનીએ બીલ ફટકાર્યા છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં તાજેતરમાં એક યુવાન પર અગાઉની માથાકૂટના કારણે આઠેક શખ્સે હુમલો કરી આડેધડ માર માર્યાે હતો. ત્યારપછી ઉપરોક્ત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે હેતુથી પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન કેટલાક શખ્સોના મકાનમાં વીજચોરી કરવામાં આવતી હોવાની વિગતો પોલીસ સમક્ષ પહોંચતા પીઆઈ એન.એ. ચાવડા તેમજ એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી તથા સ્ટાફ દ્વારા વીજ કંપનીની ટીમને સાથે રાખી કેટલાક શખ્સોના મકાનમાં ચકાસણી કરાઈ હતી.
તે દરમિયાન પટ્ટણીવાડમાં રેહાન ઈકબાલ બેલીમ નામના શખ્સના મકાનમાં ચેકીંગમાં રૂ।.૨૦૬૩૧૩ની વીજચોરી ઝડપાઈ ગઈ છે. જુનેદ અબ્દુલરઝાક પટ્ટણીના મકાનમાંથી રૂ।.૨૪૯૪૪૦ની વીજચોરી પકડાઈ ગઈ છે. તે ઉપરાંત હનીફ ઉમર પંજાને ત્યાંથી રૂ।.૨૫૨૩, શહેનાઝ ફારૂકહુશેન શેખના મકાનમાંથી રૂ।.૧૦૩૧૬૮ની વીજચોરી, અખ્તર હસન કોઠારીને ત્યાંથી રૂ।.૯૦૧૨૩ની વીજચોરી, અબ્દુલગની ઉમર બશરને ત્યાંથી રૂ।.૨૦ હજારની વીજચોરી, નુરમામદ હાસમ ખફીને ત્યાંથી રૂ।.૧ લાખની વીજચોરી અને હુસેન ઓસમાણ મુરીમા નામના શખ્સને ત્યાંથી રૂ।.૫૦૩૪ની વીજચોરી મળી આવી છે.
ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને ત્યાં કરાયેલી ચેકીંગ કાર્યવાહી દરમિયાન લંગરથી વીજચોરી કરતા ચાર અને મીટર હોવા છતાં વીજચોરી કરતા ચાર મળી આઠ શખ્સોને રૂ।.૭૭૬૬૦૩નો દંડ ફટકારવામાં આવ્યો છે.
તે ઉપરાંત ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા અને અગાઉ વીજચોરી કરતા ઝડપાયેલા વધુ દસ શખ્સને પણ ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રે પાંચ હાટડી નજીક બનેલા હુમલાના બનાવમાં સંડોવાયેલા રેહાન બેલીમ સદામ ઉર્ફે ઈંડો, રઉફ ગુલામ શાહમદાર ખીલજી, શાકીર ખીલજી, મહંમદ પંજા, અસલમ કાદર, સદામ હનીફને પકડી પાડવા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ કોમ્બિંગ કરાઈ રહ્યું છે.
હજુ રૂ।.૨૮.૯૧ કરોડની વસૂલાત બાકી છેઃ
બાકી બીલની વસૂલાત માટે વીજ કંપની દ્વારા કડક કાર્યવાહીઃ ૭૫૦ વીજ જોડાણ કટ કરાયા
જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા જે ગ્રાહકોના બીલ ભરવામાં આવ્યા નથી તેવા સાડા સાતસો ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. ૧૧૪૦૮૦ બાકીદારોએ રૂ।.૫૧ કરોડ પ૮ લાખ ભરવાના બાકી છેે. તે નાણાની વસૂલાત માટે કડકાઈથી કામગીરી કરાઈ રહી છે.
બાકીદારોના વીજ જોડાણ કાપવા ૧૭૦થી વધુ ટીમ મેદાનમાં ઉતરી છે. વીજ જોડાણ કાપવા, મીટર અથવા સર્વિસ વાયર કાપી નાખવા ખાસ ઝુંબેશ કરાઈ રહી છે. જેમાં ચાલુ મહિનામાં સાડા સાતસો ગ્રાહકના રૂ।.૧ કરોડ ૭૩ લાખ ભરવામાં ન આવતા વીજજોડાણ કરાયા છે અને બાકીના ૬૪૪૦૭ બાકીદાર પાસેથી રૂ।.ર૮ કરોડ ૯૧ લાખ વસૂલવા તજવીજ થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial