Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના પાંચ જિલ્લામાં માવઠાની આગાહી

બપોરે ગરમી-સવારે, રાત્રિના ઠંડીથી 'ડબલ સિઝન'

                                                                                                                                                                                                      

 અમદાવાદ તા. ર૩: ગુજરાતમાં આજે પાંચ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે, તો ભરૂચમાં પવન સાથે કમોસમી વરસાદના વાવડ છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકતરફ શિયાળો વિદાય લઈ રહ્યો છ અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે આજે (ર૩ મી ફેબ્રુઆરી) ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદોળ ઘેરાયા છે, જ્યારે આજે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જામનગરમાં પણ આજે સવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

સોમવારે વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેજ ઠંડા પવનો અને ઝરમર વરસાદને કારણે વાહનચાલકોને વિઝિબિલિટી ઘટતા મુશ્કેલી પડી હતી.

આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા આર્થિક નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, કપાસ, તુવેર અને રવિ પાકને નુક્સાન થવાની સંભાવના, શાકભાજીના પાકમાં પણ રોગચાળો વધવાની અને ગુણવત્તા બગડવાની ખેડૂતોને ચિંતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભલે આજે વરસાદી માહોલ રહ્યો, પરંતુ આગામી એક અઠવાડિયા દરમિયાન વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, જો કે તાપમાનમાં મોટા ફેરફારો જોવા મળશે. આગામી ર-૩ દિવસમાં લઘુતમ તાપમાનમાં ર થી ૩ ડીગ્રીનો ઘટાડો થશે. ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા પવનોને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતના તાપમાન ૧ થી ર ડીગ્રી નીચે જઈ શકે છે, જો કે અહીં ફેરફાર સામાન્ય રહેશે.

એક તરફ બપોરે ગરમી અને વહેલી સવારે તથા મોડી રાત્રે ઠંડીના અનુભવને કારણે 'ડબલ સિઝન' જેવો માહોલ સર્જાયો છે. તબીબોએ આ બદલાતા વાતાવરણમાં વાયરલ ઈન્ફેક્શન અને શરદી-ઉધરસથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh