Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના ગોપમાં ખેતરમાંથી દારૂની ૨૦૦ બોટલ સાથે એક પકડાયોઃ
જામનગર તા. ૨૭: જોડિયા તાલુકાના તારાણા ગામના પાટીયાથી માળીયા બાજુના રોડ પર ગઈકાલે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે વોચ રાખી એક મોટરમાંથી મૂળ જામનગરના અને હાલમાં રાજકોટમાં રહેતા શખ્સને ઈંગ્લીશ દારૂની ૨૪૫ બોટલ સાથે દબોચી લીધો છે. આ શખ્સે પોતાના સાગરિતનું નામ આપ્યું છે. જામજોધપુરમાં ગોપ ગામની સીમમાં એક ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની નાની બોટલ ર૦૦ બોટલ મળી આવી છે. આ શખ્સે પણ એલસીબીને પોતાના સાગરિતનું નામ આપ્યું છે અને ભીમવાસમાં એક મકાનમાંથી દારૂની ત્રણ બોટલ ઝડપાઈ છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામના પાટીયા પાસે ધોરીમાર્ગ પર માળીયા બાજુના રોડ પર એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તેવી બાતમી એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી ગઈકાલે બપોરે એલસીબી સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૧૦-ડીઆર ૯૮૪૨ નંબરની બ્રેઝા મોટર મળી આવી હતી. તે મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૪૫ નાની મોટી બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે મૂળ સાધના કોલોનીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં ગાયકવાડીમાં વસવાટ કરતા સુમિત સુનિલભાઈ મંદીયાણી નામના શખ્સની અટકાયત કરાઈ છે. એલસીબીએ રૂ।.૯૭૬૦૦નો દારૂ, એક મોબાઈલ, રૂ।.૬ લાખની મોટર મળી કુલ રૂ।.૭,૦૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સની પૂછપરછ કરાતા તેણે દારૂનો આ જથ્થો જામનગરના દરેડ ગામના હીરેન ઉર્ફે ભાવેશ રામજીભાઈ ચૌહાણ સાથે મળી ગોવાના રેલવે સ્ટેશન પાસે વાઈનશોપમાંથી ખરીદ્યાની કબૂલાત આપી છે. હીરેન ચૌહાણની શોધ કરાઈ રહી છે. બંને સામે જોડિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવાયો છે.
જામજોધપુર તાલુકાના ગોપ ગામની સીમમાં મીઠાવાળા વોકળા પાસે આવેલા એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈરાત્રે બે વાગ્યે એલસીબી સ્ટાફે ગોપમાં કલ્પેશ રામજીભાઈ કારેણા ઉર્ફે કલા નામના શખ્સના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે તલાશી લેવામાં આવતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બે બ્રાંડની ૨૦૦ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે કલ્પેશ કારેણાની અટકાયત કરાઈ છે. કુલ રૂ।.૨,૭૨,૨૦૦નો મુદ્દામાલ ઝબ્બે લેવામાં આવ્યો છે. ઉપરોક્ત જથ્થો જામજોધપુરના મેલાણ ગામના મના કાનાભાઈ હુણ નામના શખ્સે મોકલાવ્યો હોવાની કબૂલાત મળી છે. બંને સામે જામજોધપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધાવાયો છે.
જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.રમાં આવેલા પરેશ કિશોરભાઈ પરમાર ઉર્ફે ભટુ નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી. ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવી હતી. બોટલ કબજે કરી પોલીસે પરેશ પરમારની ધરપકડ કરી છે. આ શખ્સે નાગેશ્વર કોલોનીમાં રહેતા મેહુલ ભીખુભાઈ ઢાપા ઉર્ફે કાબરા પાસેથી દારૂ લીધાનું કબૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial