Advertisement
Author: નોબત સમાચાર

ચાલીને દ્વારકા જઈ રહેલા નાઘેડીના યુવતીનું ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી મૃત્યુ

સાથે જઈ રહેલા પદયાત્રીઓ હતપ્રભ બન્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરથી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે રવાના થયેલા નાઘેડી ગામના વ્યક્તિઓની સાથે જઈ રહેલા એક યુવતીને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી ૧૦૮માં જામનગર દવાખાને ખસેડવાની તજવીજ કરાઈ હતી. આ યુવતીએ અંતિમ શ્વાસ લેતા સાથે જઈ રહેલા પદયાત્રીઓ હતપ્રભ બની ગયા છે.

જામનગર સહિત રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યમાંથી પણ સેંકડો ભાવિકો પવિત્ર યાત્રાધામ દ્વારકામાં યોજાનારા ફૂલડોલ મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં દ્વારકા તરફ પદયાત્રા કરીને આગળ વધી રહ્યા છે. જેમાં ગઈકાલે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાંથી પણ પાંચેક જેટલા લોકો ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

ઉપરોક્ત પદયાત્રીઓ જ્યારે બેડ ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે તે સંઘમાં રહેલા નાઘેડી ગામના જયશ્રીબેન ડાયાભાઈ ગમારા (ઉ.વ.૧૮) નામના યુવતીને ગભરામણ જેવું થવા લાગતા તેમના પરિવારને જાણ કરવા ઉપરાંત ૧૦૮ને વાકેફ કરાઈ હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આ યુવતીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન જયશ્રીબેન ગમારાએ અંતિમ શ્વાસ લેતા ગમગીની પ્રસરી ગઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh