Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં 'કવિતાનું સરનામું કૃષ્ણ'ની થીમ સાથે કવિ સંમેલનનું આયોજન

ગુજરાત સાહિત્ય અકાદમી અને સંકલ્પ એનજીઓ દ્વારા

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૦૩: યાત્રાધામ દ્વારકાની હોટલ વીટ્સમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને સંકલ્પ એજ્યુે એન્ડ ચેરી. ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'કવિતાનું સરનામું કૃષ્ણ'ની થીમ સાથે ભવ્ય કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં કવિ ભરત ભટ્ટ (પવન), નિનાદ અધ્યારૂ, કેતન કારીયા અને દ્વારકાના જય દાવડાએ પોતાની કવિતાઓથી ઉપસ્થિત સાહિત્ય રસીયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દ્વારકાના સ્લમ વિસ્તારમાં રહેતી હાલ ધો.૯માં અભ્યાસ કરતી પાયલ નામની બાળકીએ પોતાની સરળ શૈલીમાં હૃદયસ્પર્શી જીવનયાત્રા વર્ણવી શૈલેષભાઈ ઘઘડા, મુશેકભાઈ ઘઘડા, જસ્મીનભાઈ પટેલ, જેન્તીભાઈ પાબારી, કૃપેશભાઈ ઉપાધ્યાય, કિશોરભાઈ ઉપાધ્યાય, અભયભાઈ વાયડા, હીરેનભાઈ ઝાખરીયા, ગિરધરભાઈ જોષી, ધનાભા જડીયા સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસીકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંકલ્પ એનજીઓના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh