Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં નિરાધાર પશુઓને તરબુચની પાર્ટી

પૂર્વમંત્રીના પુત્ર હર્ષદભાઈ બેરાનો સેવાયજ્ઞઃ

                                                                                                                                                                                                      

ખંભળીયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે શહેરના આહિર યુવા અગ્રણી હર્ષદભાઈ બેરા દ્વારા ઉનાળાની ગરીમીમાં પશુઓને રાહત મળે તે માટે અનોખો તરબૂચ સેવા યજ્ઞ કર્યો હતો.

તરબુચના ટ્રેક્ટર/ગાડી ભરીને ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપના સ્વયં સેવકોની મદદથી નિરાધાર શિવ બળદ આશ્રમમાં તથા ત્યાંથી ટ્રેક્ટર તથા જીપ ભરીને સમગ્ર ભાણવડ શહેરમાં નિરાધાર પશુઓને પેટ ભરીને તરબૂચની પાર્ટી કરવામાં આવી હતી.

આ સેવા યજ્ઞમાં રાજયના પૂર્વમંત્રી મૂળુભાઈ બેરા, પો.ઈન્સ. ચેતનભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ અનડકટ, અગ્રણી હિતેશભાઈ જોશી, સંદીપભાઈ બેરા, શિવ બળદ આશ્રમના સ્વયં સેવકો, એનિમલ લવર્સ ગ્રુપના સદસ્યો તથા અગ્રણી અશોકભાઈ રમેશભાઈ ભટ્ટ જોડાયા હતાં.

આગેવાનોએ પશુઓને પોતાના હાથ તરબૂચ ખવડાવવાની સેવા કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh