Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખીમરાણાના યુવાનનું બીમારીથી મૃત્યુઃ
જામનગર તા. ૧૦: જામનગરના ખીમરાણાના એક યુવાન રાત્રે નિદ્રાધીન થયા પછી સવારે નહીં ઉઠતા દવાખાને ખસેડાયા હતા. તેઓનું બીમારીથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. જ્યારે ખંભાળિયાના એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં રહેતા સુરજભાઈ હીરજીભાઈ ગોહિલ નામના ઓગણત્રીસ વર્ષના યુવાન ગયા સોમવારની રાત્રે પોતાના ઘરે નિદ્રાધીન થયા પછી મંગળવારે સવારે નહી ઉઠતા અને બેભાન જેવા જણાઈ આવતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું બીમારીના કારણથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. વિજયભાઈ મંગાભાઈ ગોહિલે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા શહેરની વિનાયક સોસાયટીમાં વસવાટ કરતા મનુભા હેમુભા જાડેજા નામના ચુમોતેર વર્ષના વૃદ્ધ ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું વિજયસિંહ મનુભાએ જાહેર કર્યું છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial