Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં એપ્રિલ માસમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમનનો પારો ૪ ડીગ્રી સુધી ઊંચકાયને ૩૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારાના કારણે ગરમીમાં વધારો થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સમાપ્ત થતા સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. આગામી દિવસોમાં તાપમાન વધતા ગરમીમાં વધારો થશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં એપ્રિલ માસમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. તાપમાનમં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. નગરમાં છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૪ ડીગ્રી ઊંચકાયને ૩૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગઈકાલે સૂર્યોદય થયા પછી ધીમે ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે આકરો તાપ રહેતા પ્રજાજનો પરશેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. ગરમીમાં રાહત મળે તે માટે લોકોએ પંખા, એસી તથા એરકૂલરનો સહારો લીધો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૪ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૬૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. સાંજથી ધીમે-ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial