Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ધમધમી

ભાજપ દ્વારા વિશ્વકર્મા બાગમાં ૧૩૦ થી વધુ એડવોકેટ્સ દ્વારા ૧૬ વોર્ડ માટે અલગ-અલગ વ્યવસ્થા ગોઠવાઈઃ ધારાસભ્યો, શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતા જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં જોરદાર ધમધમાટ જોવા મળ્યો હતો. જામનગરના ગાંધીનગર રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં ગત્ રાત્રિના ૧ર વાગ્યાથી જ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતાં. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુંમર અને શહેર ભાજપના અન્ય હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. ઉમેદવારી પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ૧૩૦ થી વધુ એડવોકેટ્સની ટીમ તહેનાત રાખવામાં આવી હતી, જેમણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. તેમજ તમામ ૧૬ વોર્ડ માટે અલગ અલગ ટેબલો ગોઠવીને ઉમેદવારોને ક્રમબદ્ધ રીતે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિના સમયે પણ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખી પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનથી ભાજપની ચૂંટણી તૈયારીઓની ગંભીરતા અને સુવ્યવસ્થિત અભિગમ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh