Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના શિક્ષણ વિભાગનો પરિપત્રઃ
જામનગર તા. ૨૫: પ્રાથમિક શિક્ષકોને રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી નહી સોંપવાનો શિક્ષણવિભાગે પરીપત્ર કર્યો છે. આથી લાંબા સમયથી શિક્ષકોની માંગણી સંતોષાઈ છે. જુદા જુદા શિક્ષક સંઘો સહિતનાઓ શૈક્ષણિક કામગીરી કરતા શિક્ષકોને પ્રાથમિક શિક્ષણની કામગીરી અવરોધાય બને અને શિક્ષણને વિપરીત અસર સિવાયની કામગીરી માટે ફરજ નહીં પાડવા અને સુપ્રિમ કોર્ટના હુકમનું અસરકારક અમલીકરણ કરાવવા અને બીએલઓ તથા બીએલઓ સુપરવાઈઝરને મતદાર યાદીની ખાસ સઘન કામગીરી માટે અન્ય કામગીરીમાંથી મુકિત આપવા રજૂઆતો કરવામાં આવી હતી. આ અંગે શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ના પરિપત્રની પ્રાથમિક શિક્ષકો, વિદ્યા સહાયકો પાસેથી રાષ્ટ્રીય હિત માટે જરૂરી હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહી લેવાનો આદેશ કરતો પરીપત્ર પ્રસિદ્ધ થયો છે. આમ પ્રાથમિક શિક્ષકો માટે રાહતના સમાચાર આવ્યા છે.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા અને મહામંત્રી એચ.કે. દેસાઈએ તમામ શિક્ષકો અતિ રાજયના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રિવાબા જાડેજા અને શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે અને શિક્ષકો વધુ અસરકારક રીતે કાર્ય કરી શકશે તેમ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial