Advertisement
Author: નોબત સમાચાર

હાઈબ્રીડ ગાંજાના કેસમાં સંડોવાયેલા જામજોધપુરના બે શખ્સની થઈ ધરપકડ

સુરતના સપ્લાયરના સગડ દબાવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: રાજકોટમાંથી થોડા સમય પહેલા ઝડપાયેલા હાઈબ્રીડ ગાંજાના કેસમાં પોલીસે જામજોધપુરના બે યુવાનની પણ ધરપકડ કરી લીધી છે.

રાજકોટમાંથી થોડા સમય પહેલાં એસઓજીએ રૂ।.૧૩ લાખનો હાઈબ્રીડ ગાંજો કબજે કર્યાે હતો અને ધ્રુવ જોષી તથા ઋષી પટેલ નામના બે શખ્સની ધરપકડ કરી હતી. ત્યારપછી બંને આરોપીની પૂછપરછ કરાતા જામજોધપુરના વિજયનગર-૧માં રહેતા મીત ભાવેશભાઈ ગુંજારીયા તથા ઉમાપાર્ક-રમાં રહેતા યશ જીતેન્દ્રભાઈ ભુવાના નામ ખૂલ્યા હતા.

આ આરોપીઓમાંથી મીત સિક્યુરિટીનું કામ કરતો હતો અને યશ ગ્રાફીક્સ ડિઝાઈનર તરીકે કામ કરતો હતો. પોલીસે આ બંને આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. ગાંજો પુરો પાડનાર સુરતના સપ્લાયરના સગડ દબાવાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh