Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં હથિયારબંધી જાહેર

ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીને અનુલક્ષીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: આગામી દિવસોમાં ડો. બાબા સાહેબ આંબેડકર જયંતી આવનાર હોય જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ, જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૪-૦૫-૨૦૨૬ સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો- આવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો  છે.

આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૧૩૫(૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછા ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે.

જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ હોય અને કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહિ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh