Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં એપ્રિલ-૨૦૨૬માં
જામનગર તા. ૨૭: સમસ્ત જૈન સમાજ માટે પ.પૂ. હર્ષાબાઈ મ.સ.ની તથા સંઘમાતા પરિવારના જ્યેષ્ઠ પુત્ર મુકેશભાઈની પાંચમી માસિક પુણ્યતિથિ નિમિત્તે સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી નવ દિવસીય તપનું આયોજન તા. ૧૦-૪ થી તા. ૧૮-૪ સુધી શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, ચાંદી બજાર, જામનગરમાં કરવામાં આવ્યું છે.
જામનગરમાં પટેલ કોલોની શેરી નં. ૪મા શ્રી સ્થાનકવાસી જૈન હાલારી ઔષધશાળામાં બિરાજતા બા.બ્ર.પ.પૂ. કેશવજી મુની મહારાજ સાહેબ તથા સ્થાનકવાસી જૈન મોટા સંઘ-ચાંદી બજારમાં શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રયમાં બિરાજતા ગોંડલ સંપ્રદાયના ઝવેર પરિવારના પ.પૂ. દયાબાઈ મહાસતીજીના સુશિષ્યા પ.પૂ. વિશાખાબાઈ મ.સ. તથા પ.પૂ. કુંદનબાઈ મ.સ. તથા જૈન પ્રવાસીગૃહ ઉપાશ્રયમાં બિરાજતા પ.પૂ. મંજુલાબાઈ મ.સ. આદિ ઠાણા તથા અન્ય ઉપાશ્રયમાં બિરાજતા સંત-સતીઓની પાવન નિશ્રામાં આ નવ દિવસીય તપ યોજાશે.
જેમાં તા. ૧૦-૪ (આઠમ)ના ઉપવાસ, તા. ૧૧-૪ (નોમ)ના બ્યાસણું તા. ૧૨-૪ (દસમ)ના એકાસણું, તા. ૧૩-૪ (અગિયારસ)ના ઉપવાસ, તા. ૧૪-૪ (બારસ)ના બ્યાસણું, તા. ૧૫-૪ (તેરસ)ના એકાસણું, તા. ૧૬-૪ (ચૌદસ/પાખી)ના ઉપવાસ, તા. ૧૭-૪ (પાખી)ના બ્યાસણું અને તા. ૧૮-૪ (એકમ)ના આયંબીલ થશે.
આયંબીલ, એકાસણા, બ્યાસણા તથા પારણા લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં કરવાના રહેશે. પ્રત્યાખ્યાન જે - તે ઉપાશ્રયમાં બિરાજતા સંત-સતીજી પાસે લેવાના રહેશે. આયંબીલનો સમય સવારે ૧૧:૩૦ થી બપોરના ૧:૩૦ અને બપોરે ૧૨ થી ૨, તથા બ્યાસણાનો સમય સવારે ૮:૧૫ થી ૯:૩૦ અને સાંજે ૪:૩૦ વાગ્યે રાખવામાં આવ્યો છે. તપ કરનાર તપસ્વીના નામ મંજુલાબેન મહેતા મો. ૯૮૨૪૫ ૪૭૬૫૩ તથા રીટાબેન મહેતા મો. ૭૫૬૭૮ ૮૨૭૭૨ પાસે નોંધાવવાના રહેશે.
દાતા શ્રી સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી આયંબીલ સમયે તપસ્વીઓનુું બહુમાન કરવામાં આવશે. આથી, સમસ્ત જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓને આ તપમાં જોડાઈને લાભ આપવા દાતાશ્રી સંઘમાતા હેમલતાબા પરિવાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial