Advertisement
Author: નોબત સમાચાર

વીબી જી રામજી કાયદાનો ઉલ્લેખ થતા જ વિપક્ષોની નારેબાજી

બજેટસત્રના પ્રારંભે રાષ્ટ્રપતિના બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન દરમિયાન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.        ર૮: સંસદમાં રાષ્ટ્રપતિનું અભિભાષણ ૪પ મિનિટ ચાલ્યું હતું, તે દરમિયાન વીબી- જી - રામ-જી ના કાયદાનો ઉલ્લેખ થતા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા હતાં.

૧૮મી લોકસભાના બજેટ સત્રનો પ્રથમ તબક્કો બુધવારે લોકસભા અને રાજયસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થઈ ગયો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, સરકાર દેશમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે. સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો સામનો કરવામાં સફળ રહી છે.

રાષ્ટ્રપતિએ ૪પ મિનિટના ભાષણના વીબી-જી રામ જી કાયદાનો પણ ઉલ્લેખ કર્યો. આના પર વિપક્ષે હોબાળો કર્યો અને કાયદો પાછો ખેંચોના નારા લગાવ્યા. બીજી તરફ એનડીએ સાંસદોએ સમર્થનમાં નારા લગાવ્યા. પીએમ મોદી અને અમિત શાહ પણ ટેબલ થપથપાવતા જોવા મળ્યા.

બજેટ સત્ર ર૮ જાન્યુઆરીથી ર એપ્રિલ સુધી ચાલશે. તે બે ભાગમાં હશે. પ્રથમ ભાગ ર૮-જાન્યુઆરીથી ૧૩-ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ ૯ માર્ચથી ર-એપ્રિલ સુધી રહેશે. આ દરમિયાન કુલ ૩૦ બેઠકો યોજાશે. ર૮-જાન્યુઆરી અને ૧-ફેબ્રુઆરીના રોજ કોઈ શૂન્યકાળ રહેશે નહીં.

રાષ્ટ્રપતિએ કહ્યું - આપણે કોઈને ડરાવીએ નહીં અને કોઈનાથી ડરીએ પણ નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, 'શ્રી ગુરૂ તેગ બહાદુરજીએ આપણને શીખવ્યું - 'ભય કાહું કો દેત નહીં, નહીં ભય માનત આ', એટલે કે આપણે કોઈને ડરાવીએ નહીં અને કોઈનાથી ડરીએ પણ નહીં. આ જ નિર્ભય મન અને ભાવના સાથે આપણે દેશની સુરક્ષા  સુનિશ્ચિત કરી શકીએ છીએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, માઓવાદી આતંક સામે નિર્ણાયક કાર્યવાહી થઈ છે. ભારત દુનિયામાં સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. ઓપરેશન સિંદૂરની તાકાત દુનિયાએ જોઈ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, બહાદુરજીનો ૩પ૦મો શહીદી દિવસ, બિરસા મુંડાની ૧પ૦મી જ્યંતી, સરદાર પટેલની ૧પ૦મી અને ભારત રત્ન ભૂપેન હજારિકાની જયંતિ સમારોહ ઉજવ્યો. જ્યારે દેશ પોતાના પૂર્વજોના યોગદાનને યાદ કરે છે, ત્યારે નવી પેઢીને પ્રેરણા મળે છે, જે વિકસિત ભારત તરફની આપણી યાત્રાને વધુ વેગ આપે છે. ભારત દુનિયામાં સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે.

તેણીએ કહ્યું કે દેશમાં ૧૦ વર્ષમાં ૪ કરોડ ગરીબો માટે પાક્કા ઘર બનાવવામાં આવ્યા છે. ચોખા ઉત્પાદનમાં ભારતે બધાને પાછળ છોડી દીધા છે. માછલી ઉત્પાદનમાં ભારત બીજા નંબર પર આવી ગયું છે. સ્માર્ટફોન મેન્યુફેકચરીંગના મામલે ભારતે ઘણી પ્રગતિ કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં બધાએ સહયોગ કરવો પડશે. ૧૦ લાખ યુવાનોને એઆઈ માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. ૬૦ હજાર યુવાનોને સેમિકન્ડક્ટર માટે તાલીમ આપી. ૧૦ લાખ યુવાનોને એઆઈ માટે તાલીમ આપવામાં આવી રહી છે. ૯પ કરોડ ભારતીયોને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, "સરકાર દલિતો, પછાત વર્ગ, આદિવાસી સમુદાય અને દરેક માટે સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh