Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી (મૂળઃભેંસદળ) ભૂપતભાઈ ગોપાલભાઈ રામપરીયા (ઉ.વ.૫૮) તે ભારતીબેનના પતિ, સ્મિતેશ, ભક્તિના પિતા, ભીખુભાઈ, મહેશભાઈના ભાઈનું તા. ૧૯ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧ને સોમવાર સાંજે ૫ થી ૬ દરમ્યાન ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની વાડી, કડીયાવાડ (દુવારો), જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી (મૂળઃજામકલ્યાણપુર) પ્રેમજીભાઈ મનજીભાઈ ગોકાણીના પત્ની જ્યોત્સનાબેનનું અવસાન થયું છે. તે નિલેશભાઈ, અનિલભાઈ, ભરતભાઈ, કલ્પેશભાઈ, દક્ષાબેન ભાવિનકુમાર લાખાણીના માતા, વિઠ્ઠલભાઈ, મોહનભાઈ, ખીમજીભાઈ, ભગવાનજીભાઈ બથિયાના બેન થાય. સદ્ગતનું બેસણું તથા મોસાળપક્ષની સાદડી તા. ૨૧, સોમવારે સાંજે ૪ થી ૪ઃ૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
ભાટીયાઃ શાંતિલાલ દુર્લભજી રાજ્યગુરૂ (ઉ.વ.૬૫) (ગાગાવાળા શ્રી મોમાઈ વાસણ ભંડારવાળા) તે રમણીકભાઈના નાનાભાઈનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૧, સોમવારે સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન દુધેશ્વર મહાદેવ મંદિરે ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.