Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રીજી માર્ચે લાખો ભક્તો દ્વારકામાં ઉમટશે
દ્વારકા તા. ૨૦: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના સુચારૂ આયોજન માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં ફૂલડોલ ઉત્સવ દરમ્યાન યાત્રીકલક્ષી સુરક્ષિત, શિસ્તબદ્ધ અને સુચારૂ આયોજન માટે સંકલન ગોઠવાયુ હતું.
દ્વારકામાં આગામી તા. ૩જી માર્ચના ફૂલડોલ ઉત્સવમાં લાખો કૃષ્ણ ભક્તો પગપાળા તથા રોડ - રેલ માર્ગે આવનાર હોય યાત્રાળુઓની સલામતી સાથે સુચારૂ આયોજન હેતુ પ્રાંત કચેરીમાં દ્વારકા ક્ષેત્રના પ્રાંત અધિકારી અમોલ આવતેની અધ્યક્ષતામાં મંદિર પ્રશાસન, પોલીસ, મામલતદાર, તાલુકા વિધાસ અધિકારી, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પૂરવઠા વિભાગ તથા ફૂડ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઉત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પૂરતો બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને પાર્કિંગ વ્યવસ્થા માટે પૂર્વ આયોજન, આરોગ્ય સુવિધા માટે સ્ટેન્ડબાય ૧૦૮ એમ્બ્યુલન્સ તથા પ્રાથમિક સારવાર કેમ્પ, ફાયર બ્રિગેડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ, પાલિકા એમ્બ્યુલન્સ તથા પ્રાથમિક સારવાર કેમ્પ, ફાયર બ્રિગેડ અને ક્વિક રિસ્પોન્સ ટીમ, પાલિકા દ્વારા સફાઈ, પીવાના પાણી તથા જાહેર સુવિધાઓ, પીજીવીસીએલ દ્વારા અવરિત વીજ પૂરવઠો અને જરૂરી લાઈટીંગ વ્યવસ્થા જેવા મુદ્દાઓની ચર્ચા કરી સુચારૂ આયોજન હેતુ તમામ વિભાગોને સંકલન યોજી સમયસર પૂર્વ તૈયારી કરવા તેમજ આવનારા દર્શનાર્થીઓ માટે સુવિધાસભર વાતાવરણ ઊભું કરવા પ્રાંત અધિકારી ઓને સૂચના આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial