Advertisement
Author: નોબત સમાચાર

વનતારા એક વર્ષ પૂર્વે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ પછી અજોડ સિદ્ધિ

વન્ય જીવોની સેવા, સારવાર અને સંભાળ માટેનું અનંત અંબાણીનું સપનું થયું સાકાર

                                                                                                                                                                                                      

જામનગર, ગુજરાતઃ વં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત અને અનંત મુકેશ અંબાણીના વિઝન સમાન

વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાના ઉદ્દઘાટનને આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ માત્ર ૧૨ મહિનાના ટૂંકા ગાળામાં વનતારાએ પ્રાણીઓની સેવા, અદ્યતન તબીબી સારવાર અને વૈજ્ઞાનિક સંરક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે. ગયા એક વર્ષમાં વનતારાની સમર્પિત ટીમોએ વાઘ, સિંહ. સરીશ્રૃપો, પક્ષીઓ અને વાનર વર્ગના હજારો ઘાયલ અને અસહાય પ્રાણીઓને બચાવીને તેમને સ્વસ્થ કર્યા છે. જટિલ સર્જરીઓ અને સ્નેહભરી સંભાળ બાદ અનેક પ્રાણીઓને સફળતાપૂર્વક તેમના કુદરતી નિવાસસ્થાને (જંગલમાં) પરત છોડવામાં આવ્યા છે. ખાસ કરીને લાકડાકાપ ઉદ્યોગ અને સર્કસ જેવી પીડાદાયક સ્થિતિમાંથી મુક્ત કરાયેલા ૨૫૦થી વધુ હાથીઓને અહીં નવું જીવન અને વૈજ્ઞાનિક સારવાર મળી રહી છે.

વન્યજીવ સંભાળમાં અનંત અંબાણીના અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત 'ગ્લોબલ હૃાુમેન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વનતારાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે ઈછઇછઢછ અને જીઈછઢછ ની સભ્યતા તેમજ પ્રાણી મિત્ર એવોર્ડ ૨૦૨૫' પ્રાપ્ત થયો છે, જે આ કેન્દ્રની વૈશ્વિક ગુણવત્તા પર મહોર મારે છે.

વનતારા માત્ર એક આશ્રયસ્થાન નથી, પરંતુ એક 'નેશનલ રેફરલ સેન્ટર' છે. અહીં ૧૧ સેટેલાઇટ પ્રયોગશાળાઓ અને ૭૦થી વધુ નિષ્ણાતો કાર્યરત છે, જે દરરોજ ૨,૦૦૦થી વધુ નમૂનાઓની તપાસ કરી પ્રાણીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પ્રાણીઓના ખોરાક માટે ૧,૫૬,૦૦૦ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક સંપૂર્ણ સ્વચાલિત પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે.

દરરોજ હજારો પ્રાણીઓની સંભાળ રાખતા વંતારા ૧,૫૬,૦૦૦ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું ખોરાક સંપૂર્ણ સ્વચાલિત પદ્ધતિથી તૈયાર કરે છે. આ ખોરાક ૫૦ તાપમાન નિયંત્રિત વાહનો દ્વારા પહોંચાડવામાં આવે છે. ૨૦૦થી વધુ પ્રશિક્ષિત લોકો આ કામગીરી સંભાળે છે અને ૧,૦૦૦થી વધુ ખેડૂતો ચારો અને પશુઆહાર ઉગાડવામાં સહકાર આપે છે. સાથે સાથે ૨૦૦ સભ્યોની ચોવીસે કલાક સક્રિય ટીમે ૫૦થી વધુ આંતરરાષ્ટ્રીય બચાવ અભિયાન અને ૧૫ વાઇલ્ડલાઇફ રેપિડ રિસ્પોન્સ તૈનાતીમાં સહાય કરી છે.

પ્રાણીઓની સાથે માનવ સેવાના અભિગમમાં પણ વનતારા અગ્રેસર રહૃાું છે. પંજાબના વિનાશકારી પૂર સમયે વનતારાની ટીમે ૧૦ લાખથી વધુ લોકોને રાહત સામગ્રી પહોંચાડી હતી. ગુજરાત વન વિભાગના સહયોગથી લુપ્તપ્રાય પ્રજાતિઓના સંવર્ધન માટે પણ આ કેન્દ્ર મહત્વનું યોગદાન આપી રહૃાું છે.

આજે એક વર્ષના અંતે. વનતારા કરૂ:ણા અને આધુનિક વિજ્ઞાનના સમન્વય દ્વારા પૃથ્વી પરના મૂંગા જીવો માટે આશાનું કિરણ અને ભારત માટે ગૌરવનું પ્રતીક બની રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh